શેમારૂમીની નવી વેબ સિરીઝ ‘પુરી પાણી’

વેબ સિરીઝ ‘ષડયંત્ર’ બાદ ગુજરાતી દર્શકો માટે લાવ્યા છે, ચટપટી જોડીની અનોખી લવ સિરીઝ

પ્રિમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સિરીઝ ‘પુરી પાણી’ રિલીઝ કરી છે

ચટાકેદાર, મસાલેદાર પુરી પાણી જેનો સમન્વય થાય ત્યારે આવે તમતમતો સ્વાદ. તીખી માનસી, મીઠો મનન કોલેજમાં એકબીજાને પ્રેમ કરતાં હોય છે. કપરા સંજોગોને કારણે બેઉ એકબીજાથી છૂટાં પડી જાય છે. પ્રેમ સાચો હોય તો ભગવાન એક કરવા માટે એવા સંજોગો ઉભા કરે છે.

દર મહિને તમારા એન્ટરટેનમેન્ટ માટે શેમારૂમી તમને આપી રહ્યા છે, ફિલ્મોની સાથે અવનવી વેબ સિરીઝ. OTT પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સિરીઝ ‘પુરી પાણી’ લોન્ચ કરીને ગુજરાતી દર્શકોને એક રોમાન્ટિક કન્ટેન્ટ આપ્યું છે, જેમાં યન્ગ કલાકારો, રંગભૂમિ, ટીવી અને ફિલ્મોના જાણીતા કલાકાર ભૌમિક સંપટ, જીનલ બેનાલી, સેજલ શાહ, મુનિ ઝાએ કામ કરેલું છે.

શેમારૂમીની આ વેબ સિરીઝને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને બીજી સિરીઝની માફક જ આ સિરીઝને પણ અપાર સફળતા પ્રાપ્ત થઇ રહી છે. શેમારૂમી… જેમકે ગુજરાતી ડિજીટલ ફિલ્મ ‘સ્વાગતમ’  દર્શકોને ગમી છે.

શેમારૂમી એ ગુજરાતી એન્ટરટેનમેન્ટ જે દુનિયાભરમાં દર અઠવાડિયે એક નવું કન્ટેન્ટ દરેક સુધી પહોંચાડતી એકમાત્ર એપ્લિકેશન છે. ૫૦૦થી વધુ ગુજરાતી કન્ટેન્ટ ધરાવતું શેમારૂમી તમે દુનિયાના કોઇપણ ખૂણેથી એન્જોય કરી શકો છો. શેમારૂમી પર તમને ફિલ્મ, નાટક અને વેબ સિરીઝનો ખજાનો જોવા મળશે.