મફલર બની રહ્યાં છે વિન્ટર સેન્સેશન…

ઠંડી ઠંડી ઠંડી… અત્યારે સર્વત્ર ઠંડીનું સામ્રાજ્ય એવી રીતે ફેલાઈ ગયું છે જેમાં  વિનેટર વેર સિવાય કોઈ પણ ફેશન અપનાવવી એ કપરું લાગે છે હાડ ધ્રૂજાવી દેતી ઠંડીમાં જોકે નાના મોટા પ્રસંગો પણ આયોજિત થતા જ રહે છે સાથે જ  ફેશન પરસ્ત  યુવક યુવતીઓ માટે તો વિન્ટરમાં  ઓફિસમાં કે ક્યાંય પણ નવી વિન્ટરફેશન સાથે જવું  મસ્ટ બની જાય છે. તો યુવાનો માટે પણ શિયાળામાં સ્ટાઇલિસ્ટ રહેવું જરૂરી છે. ત્યારે મફલર એવી વસ્તુ એવી છે જે યુવક અને યુવતી બંને માટે યુનિસેક્સ ફેશન બની રહ્યા છે.

આપણે અત્યાર સુધી વિવિધ જેકેટ, વૈવિધ્યસભર લોંગ કોટ, સ્વેર્ટસ અને શાલ વિશે વાત કરી છે તો હવે વાત કરવી છે વૂલન સ્કાર્ફ અને મફલરની…મફલરની ખાસિયત એ છે કે જેને સ્વેટર્સ ગૂંથતા આવડતા હોય તે આવા સ્કાર્ફ જાતે પણ બનાવી શકે છે. તમે ભાતીગળ ડિઝાઇનના આવા સ્કાર્ફ બનાવી શકો છો. જે તમારા લુકને એથનિક અને રોયલ લુક આપશે. જે લોકોને એથનિક ડ્રેસિંગ પસંદ છે અને જાતે જ ગૂંથણકામ આવડતું હોય તો તેઓ જાડા વૂલનમાં ઘણીબધી વિવિધતાભરી સ્ટાઇલ અપનાવીને વિન્ટર મફલર તૈયાર કરી શકે છે. આમ તો આવા ઉનના મફલર વેસ્ર્ટન વેરમાં સારા લાગે છે પરંતુ એથનિક માટે તમે પશ્મિના કે સિલક મફલર પણ ટ્રાય કરી શકો છો.

વિન્ટર સ્કાર્ફ, યલો,  ગ્રીન, પેરોટ ગ્રીન, મરૂન, અથવા તો લાઇટ રંગોમાં વ્હાઇટ અને પણ રંગ પસંદ કરી શકાય. સાડીની કેટલીક જાણીતી બ્રાન્ડે વિન્ટર માટે ખાસ આવા સ્કાર્ફ પણ પોતાના વિન્ટર કલેક્શનમાં ઉતાર્યા છે. જેમા તેઓ ઉનની સાથે સાથે  અન્ય સિલ્ક રેસાનું કોમ્બિનેશન કરે છે જેથી તે લગ્ન જેવા પ્રસંગોમાં પણ કાન બાંધી શકાય છે જેથી કાનનું રક્ષણ થાય.

વૂલન દુપટ્ટામાં જે દુપટ્ટા પાતળા ઉનમાંથી બને છે તે સ્કાર્ફ તેમજ મફલર તરીકે ઉત્તમ કામ આપે છે વળી બેગમાં ગડી કરીને મૂકી દેશો તો વધારે જગ્યા પણ નહીં રોકે. મફલર લોંગ કોટ સાથે વધારી સારી રીતે સૂટ થશે.  તેમાં તમે બે રંગના ઉન પણ પસંદ કરી શકો છો.  બે રંગોનું કોમ્બિનેશન તમારા પોશાક સાથે સૂટ થતુ હશે તો તમારે અન્ય કોઈ એક્સેસરીઝ કેરી નહીં કરવી પડે.  શિયાળો જામતો જાય છે તેમ તેમ શિયાળું વસ્ત્રોની ફેશન પણ જામતી જાય છે તમે મફલરમાં  ઘણા બધા રંગોનું કલેક્શન સાથે રાખી શકો છો. તેથી જ  ઇન્ડિયન કે વેર્સ્ટન કોઈ પણ પ્રકારના વસ્ત્રો સાથે અથવા તો આ પ્રકારના મફલર કહો કે સ્કાર્ફ ખૂબ જ શોભી ઉઠે છે. તમે પણ ટ્રાય કરી શકો છો. આમ તો ગુજરાતમાં સિમલા કે અન્ય પહાડી રાજ્યો જેવી ઠંડી પડતી નથી. તેથી આપણે સામાન્ય ગરમ કપડાંથી ચાલી જતું હોય છે. પરંતુ આ વખતે ઠંડી જે મજા કરાવી રહી છે તે જોતા વિન્ટરની તમામ ફેશન અપનાવી શકાય છે. તો તેમાં આ વખતે મફલરની મજા પણ માણી જ લો.