- વેબ સિરીઝ ‘વાત વાતમાં’ અને થિયેટર પહેલા રિલીઝ થયેલી સર્વ પ્રથમ ગુજરાતી ડિજીટલ ફિલ્મ ‘સ્વાગતમ’, જોક સમ્રાટ, અનનૉન ટુ નૉન અને બીજા ઘણા રિલીઝ બાદ હવે “શેમારૂમી”એ પોતાની નવી પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ “ષડયંત્ર” રિલીઝ કરી છે.
- બે મહિનાથી પણ ઓછા સમયમાં શેમારૂમીએ દસ ટાઇટલ્સ રિલીઝ કરી દર્શકોને સતત અવનવું મનોરંજન પૂરું પાડ્યું છે.
26 જૂન, 2021: પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારૂમી’એ નવી વેબ સિરીઝ ‘ષડયંત્ર’ લોંચ કરીને ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર કન્ટેન્ટ પ્રદાન કરી તેમને નિરંતર મનોરંજન પૂરું પાડવાની કટીબદ્ધતા દર્શાવી છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રિલર ડ્રામા છે, જેમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મોના જાણીતા દિગ્ગજ કલાકારો, જેમકે રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત સામેલ છે.
શેમારૂમી દ્વારા લોંચ કરવામાં આવેલી આ વેબ સિરીઝને દર્શકો તરફથી ખૂબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને બીજી સિરીઝની માફક જ આ સિરીઝને પણ અપાર સફળતા પ્રાપ્ત થઇ રહી છે. આ વેબ સિરીઝ બાબુલ ભાવસાર દ્વારા લિખિત અને ઉર્વીશ પરીખ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. શેમારૂમી એક એવું પ્લેટફોર્મ છે જે દર અઠવાડિયે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં કંઇક અલગ મનોરંજક કન્ટેન્ટ આપવાનું વચન પુરૂં પાડી રહ્યું છે અને ‘ષડ્યંત્ર’ આવા જ મનોરંજક કન્ટેન્ટમાનું એક છે.