પ્રસ્તુત છે પરફેક્ટ સિક્સ પેક માટેના યોગ્ય બોડીબિલ્ડિંગ સપ્લીમેન્ટ્સ

CourtesyNykaa.com

દરેક પુરુષ ઈચ્છે કે એ પણ હૃતિક રોશન અને જોન અબ્રાહમ જેવો દેખાય. મુશ્કેલ એવા સિક્સ પેક એબ્સ મેળવવા માટે તે જિમ્નેશિયમમાં કસરત કરીને પરસેવો પાડે છે,  મુશ્કેલ એવા સિક્સ પેક એબ્સ બનાવવા માટે નિષ્ઠુર એવા ટ્રેનર્સ પાસે તાલીમ લે છે, પેટ પરની ચરબી ઉતારવા ૨૦૦-૨૦૦ ક્રન્ચીસ કરે છે.

અગાઉ એવું બનતું કે, ઘણા પુરુષો કસાયેલું શરીર બનાવવા નામે જિમ્નેશિયમમાં કસરત કરતા, પણ એ પતી જાય પછી પેટમાં બે ડઝન ઈંડા, પરાઠા અને બે ચીકન પધરાવી દઈ કોલેસ્ટરોલના ઉંચા પ્રમાણની ઐસીતૈસી કરી નાખે. પણ હવે એવું રહ્યું નથી. નવા બોડીબિલ્ડિંગ સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ છે જેમ કે ડાયટરી સપ્લીમેન્ટ્સ, પ્રોટીન સપ્લીમેન્ટ્સ તથા સ્નાયૂઓને મજબૂત બનાવતા અન્ય વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલા સપ્લીમેન્ટ્સ.

શ્રેષ્ઠ બોડીબિલ્ડિંગ સપ્લીમેન્ટ્સ:


૧. યોગ્ય સપ્લીમેન્ટ લો

ફિટનેસ ટ્રેનર અને નાયકા એક્સપર્ટ નેહા બ્રેકસ્ટોનનું કહેવું છેઃ ‘સિક્સ પેક એબ્સ બનાવવા અને એની સંભાળ રાખવામાં તમારી સફળતાનો અડધો આધાર તમે શું ખાવ છો એની પર રહેલો છે.’ તમે જ્યારે શરીરને સ્નાયૂબદ્ધ બનાવી રહ્યા હો ત્યારે તમે ચરબીયુક્ત અને વ્હાઈટ બ્રેડ, ભાત, બિસ્કીટ અને કેક  કાર્બોહાઈડ્રેટ્સ ખાદ્ય પદાર્થો ખાવા પર કાપ મૂકો એ મહત્ત્વનું હોય છે. પરંતુ, જોરદાર સ્નાયૂઓ બનાવવા માટે તમે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું પ્રોટીન લો એ બહુ જરૂરી હોય છે, એમ બ્રેકસ્ટોન કહે છે.

વર્કઆઉટ કર્યા બાદ સારી ગુણવત્તાવાળા પ્રોટીન સપ્લીમેન્ટ મેળવવા માટે કેવી કાળજી લેવી જોઈએ? ‘પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, પાચનમાં મદદરૂપ થાય એવા ફાઈબર (રેસાં) તથા આવશ્યક વિટામીન્સ અને ખનીજ તત્ત્વોમાંથી મળતી કેલરીનું યોગ્ય સંતુલન હોવું જોઈએ. વળી એમાં ચરબી અને સાકરનું પ્રમાણ પણ ઓછું હોવું જોઈએ.’ નાયકની સલાહ છે Optimum Nutrition (ON) Gold Standard 100% Whey Protein Extreme Milk Chocolate Powder, જે સ્નાયૂ બનાવવા માટેનું શક્તિપ્રદ સપ્લીમેન્ટ્સ છે. આ ઘણી વેરાયટીના સ્વાદમાં મળે છે જેમ કે, ચોકલેટ, કૂકીઝ અને ક્રીમ તથા કેળાં.


૨. આહારમાં યોગ્ય પ્રોટીન્સ લો

એટલું યાદ રાખવું કે કુદરતી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને સ્વાસ્થ્યપ્રદ ચરબીયુક્ત સંતુલિત આહાર આપણે લઈએ તો પૂરતો છે, પરંતુ આજના ધાંધલભર્યા જીવનમાં ઘણી વાર ભોજન કરવાનું ચૂકાઈ જતું હોય છે અથવા ગમે તેવું ખાઈ લેવાય છે, ત્યારે સંતુલિત પોષણદાયક સપ્લીમેન્ટ્સ લેવા ઉચિત છે, ખાસ કરીને જ્યારે તમે દર અઠવાડિયે ચાર કલાક કે તેથી વધુ સમય માટે કસરત કરતા હો. બ્રેક્સ્ટોન કહે છે, ‘ચિકન ટિક્કા અને મટન કટલેટ્સ ખાવાથી શરીરના સ્નાયૂઓ મજબૂત બનાવી શકાય છે એવું માનીને જો તમે પ્રોટીન ખાધે રાખશો તો એની અવળી અસર થઈ શકે છે.’ તમારા શરીરને જરૂર ન હોય ત્યારે તમે પ્રોટીન ભરો તો તમારું શરીર એનો ખોટી રીતે ઉપયોગ કરશે, એટલે કે એનું ચરબીમાં રૂપાંતર થશે. તે છતાં, શુદ્ધ છાશ રૂપી પ્રોટીન સપ્લીમેન્ટ સૌમ્ય હોય છે અને તે શ્રેષ્ઠ પ્રોટીન સપ્લીમેન્ટમાંનું એક ગણાય છે. તમે વજન ઉંચકવાની તાલીમ લેતા હો તો સ્નાયૂઓ વધારવા માટે આ ઘણું સુરક્ષિત પણ છે. અમને આ ગમે છેઃ GNC Amp Gold 100% Whey Protein Advanced Vanila Powder (1.96 Lb)


૩. સ્નાયૂઓ માટે ઉત્તમ ક્રીએટીન

નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર અને ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનના સીઈઓ જોઝ એન્ટોનિઓનું માનવું છે કે ક્રીએટીન સૌથી અસરકારક આહાર સપ્લીમેન્ટ છે જે શરીરમાં ચરબીહીન સ્નાયૂઓ વધારે છે, સ્નાયૂઓની તાકાત વધારે છે અને ટકાઉપણું પણ વધારે છે. તેથી, જો તમે કસાયેલું સ્નાયૂબદ્ધ શરીર બનાવવા માગતા હો તો તમે Big Muscles Creatine Unflavored જેવા ક્રીએટીનવાળું ઉત્તમ ડાયટરી સપ્લીમેન્ટ લઈ શકો છો. ક્રીએટીન શક્તિવર્ધક છે અને વર્કઆઉટ બાદ સ્નાયૂઓને ઠીક કરે છે અને નવા પણ બનાવે છે.

 


 

૪. ચરબીને ઓગાળો, કસદાર સ્નાયૂઓ બતાવો

બ્રેકસ્ટોન ફરી કહે છે કે, તમારા પેટની આસપાસ જો ચરબીનો ભરાવો થયો હશે તો સિક્સ પેક એબ્સ બનાવવાના તમારા બધા પ્રયાસો નિષ્ફળ જશે. આનો ઉકેલ શું? ‘તમારું મેટાબોલિઝમ વધારો જેથી તમે સ્નાયૂઓ બનાવી રહ્યા હો ત્યારે ચરબીનો નાશ થતો જાય.’ પુરુષો ઘણી વાર એવું માનતા હોય છે કે સ્નાયૂઓ બનાવવા અને વજન ઉતારવું એ પરસ્પર પ્રક્રિયા છે. આ સાચું નથી. સ્નાયૂઓ બનાવવા માટે અમુક અઠવાડિયા સુધી ભારે વજન ઉંચકવાની કસરત કરવી અને એનું પુનરાવર્તન ઓછું કરતા જવાનું. એવી જ રીતે, ચરબીનો નાશ કરવા માટે ઓછું વજન ઉંચકવાની કસરત કરવાની અને એનું પુનરાવર્તન વધારે કરવાનું. આ વ્યૂહરચનાથી સ્નાયૂઓ બંધાવાથી મેટાબોલિઝમ વધશે અને સ્નાયૂઓની તાકાત અને ટકાઉપણું, બંને વધશે. ‘આની સાથે પ્રોટીનયુક્ત આહાર વધારવાનો, શાકભાજી અને ફળ વધુ ખાવા. આમ કરવાથી તમારું શરીર એકદમ સશક્ત અને સુજજ્જ બની જશે,’ એમ બ્રેકસ્ટોન કહે છે. આની સાથે જો તમે બોડીબિલ્ડિંગ સપ્લીમેન્ટ લેશો તો તમારી ચરબી ઝડપથી ઓછી થશે. તમે આ ટ્રાય કરી શકો છોઃ Try HealthAid Acai Ace 1500mg – Acai Berry. ‘યોગ્ય સપ્લીમેન્ટ લેવાથી તમારું મેટાબોલિઝમ વધશે અને ચરબીનો નાશ કરવા માટે તમારા શરીરની શક્તિ વધશે,’ એમ બ્રેકસ્ટોન અંતમાં કહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]