ચોમાસાની સિઝનમાં અને ઉત્સવોમાં ડેનિમ પહેરવાનો તો વિચાર પણ આવતો નથી. તો વળી પલાઝો અને લોંગ ગાઉનો તો હવે રોજિંદા વિકલ્પમાં સામેલ થઈ ગયા છે ત્યારે યુવતીઓને મૂંઝવણ રહેતી હોય છે કે પહેને તો ક્યાં પહેને. ખાસ કરીને સલવાર કે ચૂડીદાર, લેગિંગ્સના ઓપ્શનમાં, ચોમાસાની અન બફારાની સિઝનમાં ઘણી યુવતીઓ લેગિંગ્સ પહેરવાનું ટાળે છે કારણ કે શરીરની ત્વચાને ચોંટેલા રહેતા લેગિગ્સથી ઇન્ફેશન થતું હોય છે અને સિમ્પલ સલવાર ગમતી નથી. તેવી ફેશન પરસ્ત માનુનીઓ માટે ધોતી પેન્ટ યોગ્ય વિકલ્પ છે.
જે તમે તમારા ફીગર અનુસાર પહેરી શકો છો. સ્ત્રીઓના ફિગરને અવર ગ્લાસ, પેર શેપ , એપલ શેઇપ, સિમિટ્રિકલ બોડીમાં પહેંચવામાં આવે તમે તે જ પ્રમાણે ધોતી પેન્ટની પસંદગી કરી શકો છો. ધોતી પેન્ટ પરંપરાગત પહેરવેશ ધોતીનું જ મોડર્ન વર્ઝન છે જે યુવાનો માટે જે યુવાનો માટે જોધપુરી વર્ઝનમાં તૈયાર કરવામાં આવે છે.
- જે સ્ત્રીઓ એપલ શેઇપ એટલે કે કમર અન પેટથી ચરબી વાળી હોય તેમને ઘૂંટી સુધી આવતું ધોતી પેન્ટ બરાબર સૂટ કરશે.
- એપલ શેઈપ ધરાવતી યુવતીએ ધોતી પેન્ટ પહેર્યાં બાદ ટોપ પર જેકેટ કે હેવી કોટી પહેરવાનું ટાળવું.
- ધોતી પેન્ટની ઉપર સ્કાર્ફ, ફેન્સી વેસ્ટ ચેઇન કે બેલ્ટ બાંધી શકાય.
- જે યુવતી કે મહિલાઓ એકદમ પાતળી છે. તો તેઓ ધોતી પેન્ટ સાથે પોતાના લૂકને નમણો બતાવવા અને પાતળી કમરને હાઇલાઇટ કરવા બેલ્ટ કે ચેઇન બાંધી શકો.
- ઉપરાંત જેમનું ફિગર અવર ગ્લાસ ટાઇપ છે તેમને તો બધા જ મટીરિયલનાં ધોતી પેન્ટ સૂટ થશે.
- ધોતી પેન્ટ સાથે પહેરવાની એક્સેસરીઝ એકદમ સિમ્પલ રાખવી.
જે મહિલાઓ કે યુવતી સ્થૂળ છે તેમણે સ્લિમ લુક માટે ઘાટા રંગના ધોતી પેન્ટ પહેરવા જોઈએ. જેની હાઇટ ઓછી હોય તે યુવતીઓ થોડા ખૂલતાં ધોતી પેન્ટ પસંદ કરે. જેની હાઇટ વધારે હોય તેમણે એન્કલ લેન્થ ધોતી પેન્ટ પહેરવાં.
ધોતી પેન્ટ સાથે આ રીતે કરો ફૂટવેરની પસંદગી
- કોલ્હાપુરી ચંપલ એકદમ એથનિક લૂક આપશે.
- ગ્લેડિયેટર્સ શૂઝ એકદમ રેટ્રો, ચિક અને સેક્સી લૂક આપશે.
- ફેન્સી અને ફની ફૂટવેર પણ પહેરી શકો.
- જેમને થોડી હાઇટની જરૂર છે તેઓ કિટન હીલનો ઉપયોગ કરી શકે છે.