ડિસન્ટ ડ્રેસિંગ માટે અપનાવો આ ફેશન રૂલ્સ

ફેશન જગત એ સતત પરિવર્તન પામે છે આપણે  આજે જે વાત કરવી છે તે ફેશન અને ફેશન પ્રવાહોને કેવી રીતે  અનુસરવા તે અંગેની છે.  કારણ કે તમે ટીવી , ફેશન શો કે પછી ફિલ્મોમાં કોઈ વસ્ત્રો  જોયા હશે  અને તે પ્રમાણે અનુકરણ કરશો તો ઘણી વાર તે વરવું લાગી શકે છે. અથવા તો પ્રમાણેનો મેકઅવોર અથવા તો ડ્રેસિંગ સારું પણ લાગી શકે છે.  એટલે કોઈ ફણ પરિધાન કે એક્સેસરીઝ પહેરાત પહેલા ફેશન અને તેના ટ્રેન્ડની બેઝિક ટિપ્સને અનુસરવું જરૂરી છે.કોઈ પણ ફેશન કે આઉટફિટ્સ તમારી દેહયષ્ટિ પર શોભી ઉઠે તે માટે જરૂરી છે સપ્રમાણ બાંધો. એટલે આ વર્ષમાં તમે ફીટનેસ જાળવવાનો નિયમ લીધો હોય અથવા તો આવનારા વર્ષમાં આવો નિયમ લેવાના હો તો તેને સંપૂર્ણપણે અનુસરજો. તેના બે ફાયદા છે એક તો  તમે તંદુરસ્ત રહેશો અને બીજો એ કે તમે કોઈ પણ પ્રકારના પોશાક પહેરશો તે તમારા પર શોભી ઉઠશે.

ફેશનને લગતી બીજી જરૂરી બાબત એ છે કે તમે કેવા પ્રકારના વસ્ત્રો કે એકસ્સેસરીઝનું સિલેક્શન કરો છો.  ભલે તમારું હેવી બોડી હોય અથવા તો સાવ પાતળું કે પછી સપ્રમાણ. વસ્ત્રોનું સિલેક્શન એવું કરવું કે એ તમારા પર શોભે. સામાન્ય રીતે જેનું શરીર ભારે હોય તેમને એવું લાગે છે. અને ગાઉન અથવા તો વન પીસ ન પહેરી શકીએ. જોકે એના માટે હું તમને જાણીતી કોમેડિયન ભારતી સિંહનું ઉદાહરણ આપું છું. તમે બારતી સિંહને તેના લગ્નમાં પછી કે ફોટોશૂટમાં જોઈ હશે. અથવા તો તેને વિવિધ કાર્યક્રમમાં એન્કરિંગ કરતા પણ જોઈ હશે. અને તે જે આઉટફિટ્સ પહેરે છે તે તેને સુંદર લાગે છે વળી તેના સ્કીનટોન પ્રમાણે રંગોની પસંદગી પણ  યોગ્ય રીતે કરે છે.  એક ડાન્સ કાર્યક્રમમાં ભારતીએ બ્લૂ સાટીન સિલ્ક અને નેટનું ફ્રોક પહેર્યું હતું તે સમયે ભારતીના ડ્રેસિંગની ખૂબ જ પ્રશંસા થઈ હતી. કારણ કે જે ડ્રેસ પાતળી યુવતી પર ખાસ તો  બેલે ડાન્સર પર શોબે તેવો ડ્રેસ તેને ખૂબ શોભતો હતો.

આ જ રીતે પુરૂષો માટે તમે વિવિધ સિરિયલો કે ફિલ્મોમાં અનુપમ ખેર કે  અનિલ કપૂરનું ડ્રેસિંગ જુઓ તેમની વય અને  ઉંમર પ્રમાણે તેમનું ડ્રેસિંગ હંમેશાં ડિસન્ટ હોય છે તો  યુવા કલાકારોમાં ઋત્વિક રોશન હોય કે રણવીર સિંહ. એ તમને હંમેશાં એર્ન્જેટિક અંદાજમાં જોવા મળશે. વાચકોને મારે જણાવવું છે કે ફેશન એટલે ફક્ત વસ્ત્રો જ નહી , પરંતુ વ્યક્તિની આખી પર્સનાલિટી.  સારા વસ્ત્રો પહેરો ,પરંતુ જો તમારું પોશ્ચર સારું ન હોય તો તમે  ગમે તેટલા સારાં વસ્ત્રો પહેર્યા હશે તો પણ તેનો ગેટઅપ નહીં આવે.

ડ્રેસિંગમાં અન્ય એક બાબત સૌથી અગત્યની છે તે એ કે પોશાક સાથેની એક્સેસરીઝ તેમજ જ્વેલરી પોશાક સાથે મેચ થાય તેવી હોવી જોઈએ.  એકસેસરીઝમાં શૂઝ, ચંપલ,ઘડિયાળ, પર્સ, વોલેટ, ટાઇ પિન, કફલિંક્સ, ,એરિંગ્સ , બેલ્ટ મોજાં જેવી બાબતોનો સમાવેશ થાય છે. આપણે અગાઉના લેખમાં પુરૂષોની એક્સેસરીઝ અંગે પણ ચર્ચા કરી છે તેમજ સ્ત્રીઓના વોર્ટરોબમાં હોવી જ જોઈએ તેવી એકસેસરીઝ અંગે પણ ચર્ચા કરી છે તો તમે તે ટિપ્સ પ્રમાણે અનુસરી શકો છો અને આડેધડ઼ જ્વેલરી વસાવવાને બદલે સિમ્પલ તેમજ એલિગન્ટ એક્સેરીઝ, વસ્ત્રો તેમજ જ્વેલરીની પસંદગી કરી  શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]