ડસ્ટર ગાઉન છે ઇન ટ્રેન્ડ અને એથનિક

ફેશન પરસ્ત યુવતીઓ જો જેકેટ પસંદ કરતી હોય તો તેમના માટે ડસ્ટર જેકેટ એકદમ ન્યૂ ટ્રેન્ડ છે.  જેને સેલિબ્રિટીથી માંડીને દરેક મહિલાઓ પસંદ કરી શકે છે. ડસ્ટર જેકેટ શું છે તે વિશે પહેલા જણાવું તો આ એક લોન્ગ જેકેટ છે.  જેને દરેક પ્રકારની મેક્સી, શોર્ટ ડ્રેસ, ગાઉન કે લોંગ ફ્રોક સાથે પહેરી શકો છો. અને આ વિકલ્પ ઘણો સ્ટાઇલિશ બની રહે છે. લોંગ જેકેટ કે શ્રગ પહેલા તો શર્ટ કે સ્લીવ લેસ સાથે જ પહેરાતાં હતાં પરંતુ હવે તે હેવી મટિરિયલમાં પણ ઉપલબ્ધ છે અને તેથી જ તેને શિયાળામાં કે લગ્ન પ્રસંગમાં પહેરી શકાય છે. ડસ્ટર જેકેટ પહેરવા માટે  તમે કેઝ્યુઅલ અને પાર્ટી વેર બંનેમાં પહેરી શકાય છે. અને આ જેકેટ તમે તમારી વય અને બોડી ટાઇપ પ્રમાણે પહેરી શકો છો.  તમે તમારી પસંદગીના સિલ્ક, કોટન ,બ્રોકેડના ફેબ્રિક સાથે યોગ્ય નેકલાઇન વાળું જેકેટ ટ્રાય કરી શકો છો.

જો તમને લેયરિંગ કરતા હો તમે બે કે ત્રણ લેયરિંગમાં ડસ્ટર જેકેટ બનાવડાવી શકો છો અથવા તો ખરીદી શકો છો એ ઉપરાંત તમે સિંગલ ડસ્ટર જેકેટ પણ પહેરી શકો છો. ડસ્ટર જેકેટ તમે શોર્ટ ડ્રેસ. ક્રોપ ટોપ, હોટ પેન્ટ, મેક્સી વગેરે સાથે ટ્રાય કરી શકો છો. કેઝ્યુઅલ આઉટફિટમાં ફોર્મલ લુક આપવા માટે ડસ્ટર જેકેટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે જિન્સ ટી શર્ટ સાથે પહેરીને તમે સેમી ફોર્મલ લુક મેળવી શકો છો.

વિન્ટર લુક માટે  લેધર કે વુલનના ડસ્ટર જેકેટ પણ ટ્રાય કરી શકાય છે. આપણા દેશના તાપમાન ગરમ રહે છે તેથી  શિફોન, જ્યોર્જેટ પણ ટ્રાય કરી શકો. તેમજ સાડીની ઉપર પણ સાડી સાથે સૂટ થતું ડસ્ટેર જેકેટ પહેરી શકો છો. જો તમારે સોશિયલ ફંક્શનમાં ડસ્ટર જેકેટ પહેરવું હોય તો  ચણિયા ચોળી સાથે પણ ટ્રેડિશનલ ડસ્ટર જેકેટ પહેરી શકો છો. ટીનેજર્સ યુવતીઓ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ કે અનારકલી સાથે પહેરી શકો છો. ડસ્ટર જેકેટ સંગીત, રિસેપ્શન જેવના ફંક્શનોમાં બ્રાઇડ પણ આ લુક ટ્રાય કરી શકો છો. કેઝયુઅલ આઉટફિટમાં ફોર્મલ લુક આપવા માટે લાઇટ ફેબ્રિક ટ્રાય કરી શકો છો.

પ્લસ સાઇઝની યુવતી પણ પહેરી શકે છે ડસ્ટર જેકેટ

ડસ્ટર જેકેટ એવું આઉટફિટ છે જેને પ્લસ સાઇઝ યુવતીઓ પણ પહેરી શકે છે. જેકેટ વડે પેટ પરની ચરબી તેમજ હેવી બટ્સ કવર કરી શકાય છે. જો તમે પ્રિન્ટેડ કે હળવા વર્ક વાળા આઉટફિટ્સ પહેર્યા હોય તો તેની સાથે પ્લેન જેકેટ પહેરો, અને હા જ્યારે પણ ડસ્ટર જેકેટ પહેરો ત્યારે ગળામાં લાઇટ જ્વેલરી કે નેકલેસ પહેરો અને ઇયરિંગ પણ તમારી પર સૂટ થતા હોય તેવા જ પહેરો.