ઘઉંના લોટ અને બટેટાના પૂડલા

રોજીંદી રસોઈ સામગ્રીમાં ઘઉંનો લોટ ઉપલબ્ધ હોય જ છે. તેમાં શાકભાજી ઉમેરવાથી આ પૂડલા વધુ હેલ્ધી રહે છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • કાંદો 1
  • ટામેટું 1
  • સિમલા મરચું
  • લીલા મરચાં 2-3
  • રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • અજમો ¼ ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • બેકીંગ પાઉડર અથવા ઈનો 1 ટી.સ્પૂન
  • દહીં ½ કપ
  • સમારેલી કોથમીર 1 કપ

રીતઃ એક બાઉલમાં બટેટાને ખમણી લો. તેમાં સમારેલાં લીલા મરચાં, કાંદો, ટામેટું, સિમલા મરચું, કોથમીર, દહીં ઉમેરી સ્વાદ મુજબ મીઠું મેળવો. રેડ ચિલી ફ્લેક્સ, અજમો, હળદર, ઘઉંનો લોટ મેળવી પાતળું ખીરું તૈયાર કરી લો. તેમાં ઈનો નાખી ઉપરથી 1 ચમચી જેટલું પાણી રેડીને ચમચા વડે એકસરખું ફેંટી લો.

10 મિનિટ બાદ નોન-સ્ટીક ફ્રાઈ પેન અથવા લોખંડના તવામાં એક ચમચો ખીરું રેડી દો. ગેસની આંચ ધીમી રાખવી. ફરતે તેલ નાખીને 1-2 મિનિટ બાદ પૂડલા ઉથલાવી લેવા. ફરીથી ફરતે થોડું તેલ રેડીને 2 મિનિટ બાદ પૂડલો ઉતારી લો.

આ પૂડલા લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.