ગળી પુરી

આપણને ગુજરાતીઓને રોજ કંઈક ગળ્યું ખાવાનું જોઈએ! રોજેરોજ મીઠાઈ તો ના ખવાય, તો સ્વીટ ડીશમાં કોઈકવાર ગોળવાળી ગળી પુરી ચાલી જાય, બરાબર ને? અને હાં, બાળકો પણ આ પુરી ખાઈને ખુશ થઈ જશે!

સામગ્રીઃ 

  • ઘઉંનો લોટ 1 કપ
  • ગોળ ઝીણો સમારેલો ½ કપ
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • તલ ½ ટી.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • નાળિયેરનું ખમણ 2 ટે.સ્પૂન (optional)
  • પુરી તળવા માટે તેલ

રીતઃ એક બાઉલમાં 2 ટે.સ્પૂન પાણી લઈ તેમાં સમારેલો ગોળ મિક્સ કરી ઓગળવા માટે મૂકો.

બીજા બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં વરિયાળી, તલ તેમજ 1 ટે.સ્પૂન ઘી ઉમેરો. ગોળ ઓગળી ગયા બાદ આ પાણી ગાળીને એના વડે લોટ બાંધો. આ લોટમાંથી પુરી માટેના લૂવા બનાવી લો.

ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પાટલા ઉપર પ્લાસ્ટીક પાથરીને એક લૂવો તેના પર મૂકીને ઉપર બીજું પ્લાસ્ટીક પાથરીને ગોળાકાર અથવા ત્રિકોણાકાર પુરી વણો.

કઢાઈમાં આવે તેટલી પુરી તળવા માટે નાખવી. ગેસની આંચ મધ્યમ રાખવી.

આ પુરી દહીં સાથે ખાઈ શકાય છે.