સાબુદાણા વડા સાંભળીને સહુ કોઈના મોંઢામાં પાણી આવી જાય! સાબુદાણાની કટલેસ પણ સ્વાદમાં સાબુદાણા વડા જેવી જ સ્વાદિષ્ટ બને છે! આ કટલેસ ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકાય છે.
સામગ્રીઃ
- બાફેલા બટાકા ૪ નંગ
- સાબુદાણા 1½ કપ
- રાજગરાનો લોટ 3 ટે.સ્પૂન
- આદુ-મરચાં પેસ્ટ 2 ટે.સ્પૂન
- કોપરાનું ખમણ 2 ટે.સ્પૂન
- શેકેલા શીંગદાણા 4 ટે.સ્પૂન
- બુરું ખાંડ
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન
- સિંધવ મીઠું સ્વાદ મુજબ
- ધોઈને સમારેલી કોથમીર
રીત: સાબુદાણાને 15-20 મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી નાખો. શેકેલા શીંગદાણાનો ભૂકો કરી લો. બાફેલા બટાકાનો માવો લઇ તેમાં શીંગદાણાનો ભૂકો તેમજ પલાળેલા સાબુદાણા મેળવો. હવે તેમાં કોપરાનું ખમણ, આદુ-મરચાં પેસ્ટ, કોથમીર, લીંબુનો રસ મેળવી દો.
કટલેસ બનાવવના બીબાંમાં કટલેસનું પૂરણ ભરીને કટલેસ બનાવીને કાઢો. ત્યારબાદ તેને રાજગરાના લોટમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો.
આ કટલેસ કોથમીર, શીંગદાણા, આદુ-મરચાં તેમજ સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસવી.