સહેલાઈથી અને તરત બની જતી ચાટ એટલે બટેટા ચાટ! આ ચાટ પણ નાનાથી લઈને મોટેરાંને સહુને ભાવે એવી ચાટ છે. બચ્ચાં પાર્ટીના નાસ્તામાં આ એક ડીશ મૂકી શકાય છે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 3-4
- કાંદો 1
- જીરા પાવડર 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- કાળું મીઠું 1 ચપટી
- કાળા મરી પાવડર ¼ ટી.સ્પૂન
- આમલીની ચટણી 1 ટી.સ્પૂન
- લીંબુનો રસ ¼ ટી.સ્પૂન
- લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
- ચણાના લોટની ઝીણી સેવ
- દાડમના દાણા
- કોથમીર ધોઈને ઝીણી સમારેલી ગાર્નિશ કરવા માટે
લીલી ચટણી માટેઃ
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- લીલાં મરચાં 1-2
- લીંબુનો રસ ½ ટી.સ્પૂન
- કાળું મીઠું 1 ચપટી
- તળવા માટે તેલ
રીત લીલી ચટણીઃ કોથમીર ધોઈને સમારેલી 1 કપ, લીલાં મરચાં 1-2, લીંબુનો રસ ½ ટી.સ્પૂન, કાળું મીઠું 1 ચપટી, તળવા માટે તેલ, રીતઃ
લીલી ચટણી બનાવવા માટે મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર, મરચાંના ટુકડા, ચપટી કાળું મીઠું, લીંબુનો રસ તેમજ 1 ચમચી પાણી મેળવીને પીસી લો.
રીતઃ કાંદાને ઝીણો સમારી લો.
બાફેલા બટેટા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને બટેટાના ટુકડા ગોલ્ડન બ્રાઉન તળીને એક પ્લેટમાં કાઢી લો.
તળેલા બટેટાના ટુકડામાં જીરા પાવડર, કાળા મરી પાવડર, લાલ મરચાં પાવડર, ચાટ મસાલો ચપટી મીઠું મેળવી લો. હવે તેની ઉપર લીલી ચટણી તેમજ આમલીની ચટણી 1-2 ટી.સ્પૂન અથવા જોઈએ તે પ્રમાણમાં ચમચી વડે બટેટા પર નાખી દો. હવે તેની ઉપર ઝીણો સમારેલો કાંદો ભભરાવી દો. ત્યારબાદ ઉપર સેવ ભભરાવ્યા બાદ સમારેલી કોથમીર અને દાડમના દાણાથી ચાટ સજાવીને પીરસો.