કાંદા-પાપડનું શાક

ભારે વરસાદના આ દિવસોમાં બહાર શાક મળવા મુશ્કેલ છે. તો ઘરમાં હંમેશા ઉપલબ્ધ રહેતી હોય એવી સામગ્રી એટલે કે, કાંદા તેમજ પાપડમાંથી શાક બનાવી શકાય છે. જે બહુ જ ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ

  • કાંદા 2
  • અળદના પાપડ (બીજા કોઈપણ પાપડ ચાલશે)
  • લીલાં મરચાં 2
  • વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • હીંગ ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાંજીરુ ½ ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 3-4 ટીપાં
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ પાપડને શેકી લો. કાંદાને ઝીણાં સમારી લેવા. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવો. 1 લીલું મરચું ગોળ સમારીને તેમાં નાખો. ત્યારબાદ તેમાં કાંદા નાખીને સાંતળો. કાંદા સાંતળીને તેમાં હળદર, ધાણાજીરૂ, મરચાં પાવડર  ઉમેરીને 1-2 મિનિટ સાંતળો, મીઠું થોડું ઓછું નાખવું કારણ કે, પાપડમાં નમક હોય છે. હવે 1 ટે.સ્પૂન જેટલું પાણી નાખીને ફરીથી 2 મિનિટ થવા દો.

હવે તેમાં શેકેલા પાપડના નાના ટુકડા કરીને મેળવી દો અને લીંબુનો રસ 3-4 ટીપાં મેળવી દો (લીંબુનો રસ નાખવો optional છે.). 2 મિનિટ બાદ તેની ઉપર કોથમીર ભભરાવીને ગેસ બંદ કરીને ઉતારી લો.

આ તૈયાર થયેલું શાક ગરમાગરમ પીરસો.