મેથી પૌઆ ટિક્કી

મેથીની ભાજીને લીધે બનતો સ્વાદિષ્ટ, હેલ્ધી નાસ્તો મેથી પૌઆ ટિક્કી ઈન્સ્ટન્ટ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • ધોઈને સમારેલાં મેથીના પાન 2 કપ
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લસણની કળી 8-10
  • કાંદા 2-3
  • લીલા મરચાં 4-5
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1 કપ
  • તેલ તળવા માટે
  • રવો 2 ટે.સ્પૂન

રીતઃ પૌઆને ધોઈને પાંચ મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારીને એક બાઉલમાં લઈ લો. તેમાં કાંદા સમારીને ઉમેરો. આખા ધાણા, આદુ તેમજ લસણ અને મરચાંને અધકચરા પીસીને ઉમેરો. સફેદ તલ, લાલ મરચાં પાઉડર, હળદર, લીંબુનો રસ, ચાટ મસાલો, ચણાનો લોટ, રવો ઉમેરીને સમારેલાં મેથીના પાન તથા કોથમીર મેળવીને લોટ જેવું મિશ્રણ બાંધી લો.

આ મિશ્રણમાંથી ચપટા ગોળા વાળી લો.

ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તૈયાર કરેલી મેથી પૌઆ ટિક્કીને સોનેરી રંગની તળી લો.