ફરાળી સુખડી

નવલા નોરતામાં મા શક્તિની આરાધના ફરાળી સુખડીના પ્રસાદ સાથે કરી લો!

સામગ્રીઃ

  • રાજગરાનો લોટ 1 કપ
  • ઘી 1 કપ
  • ગોળ ½ કપ
  • સૂકા મેવાની કાતરી 2 ટે.સ્પૂન
  • મલાઈ 2 ટે.સ્પૂન અથવા મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન

રીતઃ ગોળને ઝીણો સમારી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ ગુલાબી રંગનો શેકી લો. ગેસની આંચ મધ્યમ રાખો. લોટ શેકાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી લો. હવે તેમાં મલાઈ અથવા મિલ્ક પાઉડર મેળવીને 2 મિનિટ તવેથા વડે હલાવો.

2-3 મિનિટ બાદ લોટ થોડો ઠંડો થાય, તેમાંથી વરાળ નીકળતી બંધ થાય એટલે સમારેલો ગોળ મેળવો. થોડીવારમાં તેમાં ગોળ ઓગળી જાય એટલે એક થાળીમાં ઘી ચોપળીને મિશ્રણ પાથરીને તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી ઉપરનું આવરણ એકસરખું પ્લેન કરી લો. ઉપરથી સૂકા મેવાની કાતરી ભભરાવી દો. 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે ચોસલા પાડીને 15-20 મિનિટ માટે સુખડી ઠરવા દો.

ત્યારબાદ ચોસલા કાઢી લઈ સુખડી માતાજીને ધરાવીને ફરાળ આરોગો.