વાહ, એકદમ સહેલી રીત અને વાનગી પણ એકદમ સ્વાદિષ્ટ બની જાય! બાળકોને તો આ નાસ્તો બહુ જ પ્રિય થઈ રહેશે!
સામગ્રીઃ
- દહીં 1 કિલો
- પનીર 250 ગ્રામ
- શેકેલો ચણાનો લોટ 2-3 ટે.સ્પૂન
- બ્રેડ ક્રમ્સ 2 કપ
- આરા લોટ 3-4 ટે.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- શેકેલો જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
- ખમણેલું આદુ 2 ટે.સ્પૂન
- લીલા મરચાં 3-4
- કાંદા 2
- સમારેલી કોથમીર 3-4 ટે.સ્પૂન
રીતઃ દહીંને સુતરાઉ કપડામાં વીંટીને તેમાંનું પાણી નિતારી લેવું. પનીરને મોટી ખમણીમાં ખમણી લો.
એક મોટા વાસણમાં પાણી નિતારેલું દહીં, ખમણેલું પનીર લો. તેમાં શેકેલો ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, શેકેલો જીરૂ પાઉડર, ખમણેલું આદુ, સમારેલી કોથમીર, લીલા મરચાં તેમજ કાંદો ઝીણો સમારીને ઉમેરો. તેમાં આરા લોટ મેળવીને હળવે હાથે આ મિશ્રણને મેળવીને તેના ચપટા ગોળા વાળી લો.
આ દહીં કબાબને બ્રેડ ક્રમ્સમાં રોળવીને એક પ્લેટમાં મૂકો.
કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને હળવેથી દહીં કબાબ તેલમાં ઉમેરો. થોડા થોડા કબાબ ઉમેરવા. જેથી તે ફાટી ન જાય. 2-3 મિનિટ બાદ ઉથલાવીને ફરીથી 1-2 મિનિટ બાદ સોનેરી રંગ થાય એટલે ઉતારી લો.
તૈયાર કબાબ લીલી ચટણી સાથે પીરસો.
