શું તમારે PSU ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ?

अजीब दास्ताँ है ये

कहाँ शुरू कहाँ ख़तम

ये मंज़िलें है कौन सी

न वो समझ सके न हम.

જ્યારે પણ કોઈ મને પૂછે છે કે હવે કેટલું ઉપર જશે માર્કેટ? ત્યારે-ત્યારે મને આ લોકપ્રિય ગીત યાદ આવે છે. વળી, PSU શેરો માટે આ એક સામાન્ય સવાલ છે.

ગયા વર્ષે PSU ફંડમાં સરેરાશ 94 ટકાનો વધારો થયો હતો, એમ વેલ્યુ રિસર્ચના આંકડા કહે છે, જ્યારે આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી ફંડ્સે એક વર્ષમાં 98 ટકા વળતર આપ્યું હતું અને બે અને ત્રણ વર્ષના સમયગાળામાં અનુક્રમે આશરે 53 ટકા અને 43 ટકા વળતર આપ્યું હતું. (9 ફેબ્રુઆરી, 2024ના ડેટા સુધી)

જોકે ફંડ મેનેજર તરીકે મારું કામ બજાર કયા સ્તરે પહોંચશે એનો અંદાજ લગાડવાને બદલે પોર્ટફોલિયો માટે પસંદ કરેલી કંપનીઓના ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને એટલે જ આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી ફંડના ફંડ મેનેજર તરીકે મારો એ જ અભિગમ રહે છે.

ડિસેમ્બર, 2019માં અમે આ ફંડ લોન્ચ કર્યું હતું અને અમે એ થીમ અને મૂડીરોકાણની થિસિસ પર વિશ્વાસ રાખ્યો હતો. PSU પેકમાં મોટા ભાગની સારી ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓ હતી, જેનું પુનઃ રેટિંગ થવાની સંભાવના હતી. આ કંપનીઓનું આકર્ષક મૂલ્યાંકન હતું, જે એમને આકર્ષક મૂડીરોકાણનો વિકલ્પ બનાવતી હતી. સમયની સાથે આર્થિક તેજીના માહોલમાં મૂડી ખર્ચ, સરકારની આત્મનિર્ભરતાની નીતિ અને નિકાસ પર સરકારનું ફોકસ અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાએ આ ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું હતું.

2024ની અત્યાર સુધીની બજારની તેજી PSU શેરોમાં એક નવો ટર્ન લાવી છે અને હવે PSU શેરોમાં નવી તેજી થવાનાં એંધાણ છે, જેથી અમે જે મૂડીરોકાણની થિસિસ પર કામ કરતા હતા એમાં અમારો વિશ્વાસ વધ્યો.

શું PSU કંપનીઓના ગ્રોથમાં વધારો થશે?

હા, કેમ કે એના કેટલાંક સ્પષ્ટ કારણો નજરે ચઢે છે.

મુખ્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ

PSU કંપનીઓનો ભારતીય અર્થતંત્રના મહત્ત્વનાં ક્ષેત્રોમાં એકહથ્થુ શાસન છે, જે મહત્ત્વનાં ઉદ્યોગોમાં એમની હાજરી છે એ કંપનીઓના વ્યૂહાત્મક મહત્ત્વને દર્શાવે છે.

કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો

PSU કંપનીઓની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઊંચા વ્યાજદરોએ અન્ય કંપનીઓની તુલનાએ PSU કંપનીઓને મદદ કરી છે.

આરંભમાં પીએસયુ સ્ટોકસનું RoE (રિટર્ન ઓન ઈકિવટીઝ) વર્ષ 2013-14ના 14-15 ટકાના સ્તરેથી ઘટીને 4-6 ટકા થઈ ગયું હતું, જે માટે મુખ્યત્વે PSU બેન્કોના શેરોમાં થયેલો નોંધપાત્ર ઘટાડો કારણભૂત  હતો. જોકે નફાકારકતા વધતાં RoEs વધીને 12-13 ટકા થયું હતું. જે પછી રેટિંગમાં પણ સુધારો થયો હતો. વધારામાં PSU કંપનીઓની EPSમાં નોંધપાત્ર વધારો થયો હતો. જે પછીથી કમાણી ગ્રોથ અને વિસ્તરણ થવાને કારણે રેટિંગમાં પુનઃ સુધારાનો અવકાશ ઊભો થઈ શકે.

પ્રોત્સાહક વાતાવરણ અને સરકારનું પીઠબળ

આ ક્ષેત્રે સાનુકૂળ વાતાવરણ અને સરકારના પીઠબળને કારણે કંપનીઓના શેરોમાં તેજી થઈ હતી. આ સાથે મૂડી ખર્ચની ફાળવણીને કારણે વિકાસમાં તેજી થઈ હતી, જે 2000ની તેજીની યાદ અપાવે છે. જેથી PSU શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. 

બજાર હિસ્સામાં રિકવરી

વર્ષ 2008થી 2020ના લાંબા તબક્કા સુધી સુસ્ત રહ્યા પછી PSU ક્ષેત્ર હવે મોટી તેજી માટે તૈયાર છે. ઐતિહાસિક રીતે PSUએ દેશમાં કોર્પોરેટ ક્ષેત્રની જેમ નફો અને માર્કેટ કેપ ગુમાવી દીધાં હતાં, પણ આ ક્ષેત્રની કંપનીઓમાં સરકારના મૂડી ખર્ચ અને કામગીરીમાં ટર્નએરાઉન્ડ થયું હતું. આ ઉપરાંત કંપનીના બજાર હિસ્સામાં નુકસાન અટક્યું હતું અને ક્ષેત્રની કામગીરી ફરીથી પાટે ચઢી હતી.

મૂલ્યાંકનની મુશ્કેલી

આમાં વિવિધ ક્ષેત્રો સામેલ હોવાને કારણે PSU માટે વ્યાપક વેલ્યુએશનનું આકલન કરવું એ ઉચિત નથી, પણ એ ધ્યાન આપવા જેવી બાબત છે કે PSU સૂચકાંક હાલમાં ઊંચા વેલ્યુએશન્સ મેટ્રિક્સને દર્શાવે છે.  ફોર્વર્ડ પ્રાઇસ-ટુ-અર્નિંગ સેશિયો (PE) 11.2x અને પ્રાઇસ-ટુ બુક કેશિયા (PB) 11.8 રx છે. જે ઐતિહાસિક સરેરાશ (+1SD)થી વધુ છે. જોકે આપણે ઇન્ડેક્સ લેવલને વેલ્યુએશનના ગુણાંકમાં ન જોવો જોઈએ અને એ પ્રાઇવેટ સેક્ટર, બ્રોડર માર્કેટની તુલનામાં સસ્તા છે.

જોકે કેટલાંક સેક્ટર્સમાં વેલ્યુએશન વધેલું દેખાય છે અને કોર્પોરેટ નફો અને PSU માર્કેટ કેપ કુલ માર્કેટ કેપની સરખામણીએ બે દાયકાના નીચલા સ્તર પર છે, જેમ કે ઉપરના ગ્રાફમાં દેખાય છે.

જોકે ઊંચા વેલ્યુએશન્સ છતાં રોકાણકારોને ટૂંકા ગાળામાં ભાવોના ઉતાર-ચઢાવથી પર થઈને સંજોગોને જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, કેમ કે થીમનો સ્ટ્રકચરલ  અભિગમ લાંબા ગાળાની સ્થિરતા જોવામાં છે. વળી, બજારમાં વિવિધ કારણોને લીધે વધઘટ  ભલે થાય, પણ બજારની મજબૂતી હેમખેમ રહેવાની આશા છે.

હવે આગળ શું?

મારું માનવું છે કે કેટલાક PSU શેરોમાં વેલ્યુએશન્સના રેટિંગને વધારવામાં આવ્યાં છે અથવા વિવિધ પરિમાણો વધારવામાં આવ્યાં છે. હજી પણ કેટલાક PSU કંપનીઓનાં વેલ્યુએશન્સ છેલ્લાં પાંચ વર્ષ કે 10 વર્ષની વાજબી સરેરાશે છે અથવા તેનાથી થોડાં ઉપર છે, જે અમારા માટે મહત્ત્વના છે, કેમ કે એ કંપનીઓ ઊંચી આવક, ઊંચા માર્જિન અને ઊંચી કમાણીની શક્યતાવાળી છે. એટલે સારી કમાણીનો ગ્રોથ અને વેલ્યુએશનને ધ્યાનમાં રાખો અને એ પછી નક્કી કરો કે PSU પેકમાં કઈ કંપનીઓ ધ્યાનમાં રાખવી. આમ આગળ શેરોની પસંદગી મહત્ત્વની છે અને એટલે PSU માંથી ભવિષ્યના લાભ લેવા માટે શેરોની પસંદગી મહત્ત્વની રહેશે.

અપેક્ષા છે કે PSU ફંડ મધ્યમથી લાંબા ગાળા માટે સારો દેખાવ કરવાનું જારી રાખશે (6-12 મહિનાની તેજી પછી એક પડકાર છે). આ ક્ષેત્ર સાયકલિકલી આગળ વધી ગયું છે, જેથી કેટલાંક ક્ષેત્રોની આવક (રેલવે, ડિફેન્સ, બેન્ક,પાવર) ગ્રોથ માટે તૈયાર છે. કેટલાંક ક્ષેત્રો-ઉદ્યોગોમાં વેલ્યુએશન્સ ઊંચાં દેખાય છે (જ્યારે બેન્ક, ઓઇલ-ગેસ ક્ષેત્રના વેલ્યુએશન્સ અગાઉ કરતાં હજી પણ સસ્તાં છે). અન્ય મહત્ત્વની બાબત એ છે કે PSUના પ્રાઇવેટાઇઝેશન થકી સુધારાઓ થશે, જે રોકાણકારો માટો સોનામાં સુગંધ ભળ્યા જેવું છે, કેમ કે એનાથી એના મૂલ્યનું અનલોકિંગ થવાની શક્યતા છે. હવે સામાન્ય ચૂંટણીઓમાં સ્થિર સરકારની સંભાવનાઓ વધતાં સરકાર પાસે સુધારાઓને લઈને બજારની અપેક્ષાઓમાં વધારો થશે.

આમ કેટલાંક કારણોને લીધે PSU ફંડોમાં રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ અને આવકવધારાને અનુરૂપ ઊંચા રિટર્નની અપેક્ષા રાખવી જોઈએ.

(નોંધ- આ લેખમાં રજૂ કરેલા વિચારો માત્ર માહિતીના ઉદ્દેશથી છે અને એ બિઝનેસની ભલામણ કે શેરો ખરીદવાની, વેચવાની કે મૂડીરોકાણ કરવાની વ્યૂહરચના માટે નથી.)

સ્પષ્ટતાઃ આદિત્યબિરલા સન લાઇફ AMC લિ. કોઈ પણ સાંકેતિક, રિટર્નની ગેરંટી કે ઓફર નથી કરતી. લેખમાં દર્શાવેલા સેક્ટર્સ કે શેરોના રિસર્ચ રિપોર્ટ/ ભલામણ નથી અને ફંડની આ સેક્ટરર્સ, શેર્સમાં ફ્યુચર પોઝિશન હોઈ શકે  કે ના પણ હોય. અહીં દર્શાવેલા વિચારોને મૂડીરોકાણની સલાહના રૂપમાં નહીં સમજવા જોઈએ અને યોજનાના દસ્તાવેજોને વાંચવા જોઈએ.

(ધવલ ગાલા, ફંડ મેનેજર અને સિનિયર એનાલિસ્ટ)