ચોમાસાનું અગ્રદુત

 

 

 

 

 

 

 

 

 

આપણે ગામડામાં અને લોક વાયકાઓમાં અનેક વાતો થાય કે ચાતક પક્ષી વરસાદની કે ચોમાસાની રાહ જોતા હોય અને બોલતા હોય, ક્યાંક ચાતક નજરે રાહ જોવાની વાત પણ આપણે ત્યાં કહેવાય છે. આ ચાતક પક્ષી કોયલ કુળનું પક્ષી છે અને તેને જેકોબીઅન કુકુ કે પાઇડ ક્રેસ્ટેડ કુકુ તરીકે પણ ઓળખાય છે. આ પક્ષી ભારતમાં જ એક જગ્યાએ થી બીજી જગ્યા સ્થળાંતર(Migration) કરે છે અને આ સ્થળાંતર ચોમાસાની પહેલા જ થતું હોય છે અને તેના કારણે તેને ચોમાસાના અગ્રદુત તરીકે પણ ઓળખવામા આવે છે.

આપણે નાના હતા ત્યારે કોયલ બીજા પક્ષીના માળામાં ઇંડા મુકવાની વાત સાંભળી જ હોય, જેકોબીઅન કુકુ પણ બેબલર, બુલબુલ અને શ્રાઇક પક્ષીના માળામાં ઇંડા મુકે છે. ઘણા લોકો એ તો બેબલર દ્વારા જેકોબીયન કુકુના બચ્ચાને માળામાં ખવડાવતા વિડીયો પણ બનાવેલા છે. જેકોબીયન કુકુ ના સ્થળાંતર વિશે ઘણા લોકો હાલ સંશોધન પણ કરી રહ્યા છે.  ઈલેક્ટ્રીક તાર પર બેઠેલી ચાતકની આ તસવીર દસેક વર્ષ પહેલા ગીર નેશનલ પાર્કના બહાર હરીપુર(ગીર) ગામના રસ્તાની બાજુના ખેતરના શેઢેથી લીધી હતી.

(શ્રીનાથ શાહ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]