આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં સિંહ ઝાડ પર ચડવાની આદત ધરાવે છે, પણ એશિયાટીક લાયન એટલે કે ગીરના સિંહ સામાન્ય રીતે ઝાડ પર ચડીને બેસે એવુ જોવા મળતુ નથી. ગીરમાં આવતા પ્રવાસીઓ કેરંભા નાકા વિશે જાણતા હોય છે. કેરંભા નાકા પાસેના એક ઝાડ પર સફારી દરમિયાન એક સિંહણને ઝાડ પર ચઢીને તેના પાંદડા વચ્ચે કેમોફલાજ થઈને ઉભી રહેલી જોય તો 2 મીનીટ માટે અમને પણ નવાઈ લાગી.
પાછળથી ગાઈડ પાસેથી જાણવા મળ્યું કે આ સિંહણ વારંવાર આ રીતે ઝાડ પર ચઢવા પ્રયત્ન કરે છે. અને ઘણી વાર પછી સફળ થાય છે. લગભગ 5-7 મીનીટ માટે સિંહણ ઝાડ પર રહી અને ઘણા અલગ અલગ ફોટો પાડવાનો મોકો આપ્યો.
શ્રીનાથ શાહ
