ફેબ્રુઆરી 2011ની એક વહેલી સવારે અમે સાસણ ગીરમાં રુટનં-2માં સફારી શરુ કરી. ખૂબ ધીમી ગતિએ ચાલતી જીપ્સીમાં સિંહના કોઇ સગડ ન મળતા અમે પક્ષીઓ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા. એવામાં કેરંભા વિસ્તારમાં પસાર થતાં થતાં અચાનક જોરથી ચિતલના એલાર્મ કોલ સંભળાયા. અમે એકદમ જ જીપ્સીને બ્રેક મારી અને થોડી રાહ જોવાનું નક્કી કર્યું. પાંચેક મિનીટના જ સમયમાં બે માદા અને એક પાઠડો નર કેસરી ઝાડીમાથી બહાર આવ્યા અને જાણે અમને દોરતા હોય એમ અમારી આગળ આગળ ચાલવા માંડયા. ઠંડી ઉડાડવા માટે રોડ પર થોડી મસ્તી ય કરી અને પછી એવી રીતે રસ્તા પર અમારી સામે મોં ધરીને રૂઆબથી બેઠા કે જાણે કહેતા હોયઃ લ્યો, પાડી લ્યો ફોટો….!
રસ્તા પર મસ્તી કરવાના લીધે ઉડેલી ધૂળ અને ઉગતા સૂરજના અજવાસમાં અમને આ ફોટો મળ્યો. થોડીવાર પછી લગભગ બે-ત્રણ કિલોમીટર સુધી એ અમારી આગળ અને અમે એની પાછળ. પછી અમને મૂકીને એ અચાનક ઝાડીમાં મારણ પાસે પોતાના બીજા સાથીઓ પાસે પહોંચી ગયા…
(શ્રીનાથ શાહ)