કચ્છની ગત વિધાનસભાની સ્થિતિ આ વખતે બદલાશે?

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ મતદારોમાં ક્યાંય ઉત્સાહનું વાતાવરણ જોવા મળતું નથી. વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 40 બેઠકો અનામત કોટાની છે. ગત ચૂંટણીમાં કચ્છની વાત કરીએ તો કચ્છની કુલ 6 વિધાનસભાની બેઠકો છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને સમર ની સમાવેશ થાય છે. 2012માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં આ 6 બેઠકો પૈકી 5 બેઠકો ભાજપે મેળવેલ જયારે અબડાસા બેઠક પર કોંગ્રેસના છબીલ પટેલ જાળવી રાખી હતી.
ભાજપ પક્ષે માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને સમર બેઠક પર વિજય મેળવ્યો હતો. કચ્છની  આ તમામ બેઠકો પર મતની સરસાઈ વિજેતા ઉમેદવારની અંદાજે આઠ હજાર ની રહી હતી. અબડાસા બેઠક કોંગ્રેસે સાત હજાર મતની સરસાઈથી જીતી હતી.
ભાજપે માંડવીની બેઠક 8500 મત  મેળવી જીતી હતી, ભૂજ બેઠક ભાજપે 8900 મતની સરસાઈથી જીતી હતી. અંજાર બેઠક ભાજપે 4700 મતની સરસાઈથી જીતી હતી. ગાંધીધામ બેઠક 21000 મતની સરસાઈથી જીતી હતી. સમર બેઠક 9000 મતની સરસાઈથી જીતી હતી. આમ અંજાર બેઠક બાદ કરતા ચાર બેઠકો ભાજપે 8000થી ઉપરના માર્જીનથી જીતી હતી.
અબડાસા બેઠક ઉપર ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો નિર્ણાયક બની રહે છે. જયારે અંજાર બેઠક ઉપર ચમાર જ્ઞાતિનું  પ્રભુત્વ જળવાઈ રહેલ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં કોંગ્રેસ – ભાજપ પાસેથી 5 બેઠકો મેળવવામા સફળતા પ્રાપ્ત કરે છે કે કેમ તે 18 ડિસેમ્બરના રોજ ખ્યાલ આવશે