મહેસાણા: કોણ મારશે બાજી?

મહેસાણા: પાટીદારોનો ગઢ એટલે મહેસાણા. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી આ લોકસભા બેઠક પર સતત ભાજપનો દબદબો છે. 1984થી 1996 સુધી ભાજપે સતત જીત મેળવી હતી. જો કે 1999 અને 2004ની ચૂંટણીમાં કોંગ્રેસને મહેસાણાએ તક આપી હતી. ગુજરાતની રાજનીતિ માટે ટેસ્ટ લેબ કહેવાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક છે.

ઉમેદવાર

ભાજપ: હરિભાઈ પટેલ 

હરિભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 2019માં નિવૃત્ત થયા બાદ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા છે.

કોંગ્રેસ: રામજી ઠાકોર

પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે 26 વર્ષ બાદ કોઈ ઠાકોર ઉમેદવારને તક આપી છે. રામજીભાઈ મહેસાણાના તરેટી ગામના વતની છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષ 2017માં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

PROFILE

  • મહેસાણા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(SC), મહેસાણા, વિજાપુર, માણસા
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના શારદાબહેન પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા એ. જે. પટેલને 2,81,519 મતોથી હરાવ્યા હતા.

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    17,60,766

પુરુષ મતદાર   9,07,713

સ્ત્રી મતદાર     8,52,996

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
વિસનગર ભાજપ ઋષિકેશ પટેલ 88,356 34,405
બેચરાજી ભાજપ સુખાજી ઠાકોર 69,872 11,286
કડી(SC) ભાજપ કરશનભાઈ સોલંકી 1,07,052 28,194
મહેસાણા ભાજપ મુકેશ પટેલ 98,816 45,794
વિજાપુર કોંગ્રેસ સી. જે. ચાવડા 78,749 7,053
માણસા ભાજપ જયંતિભાઈ પટેલ 98,144 39,266
ઊંઝા ભાજપ કિરીટ પટેલ 88,561 51,468

મહેસાણા બેઠકની વિશેષતા

  • 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. આમ મહેસાણા બેઠક પરથઈ ભાજપનો ઉદય થયો કહેવાય. ભાજપના એ. કે. પટેલ આ બેઠક પરથી જીત્યા હતા.
  • દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
  • જાતિગત સમીકરણ પર એક નજર કરીએ તો, 6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત વસ્તી છે.