Delhi Assembly Election: AAPની બીજી યાદી જારી, મનીષ સિસોદીયાએ બદલી સીટ

દિલ્હી: રાજધાનીમાં જાન્યુઆરી-2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેની બીજી યાદી જાહેર કરી છે. AAPએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીટ બદલી છે. આ વખતે તેમને પટપરગંજને બદલે જંગપુરાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તાજેતરમાં AAPમાં સામેલ થયેલા અવધ ઓઝાને પટપરગંજથી ટિકિટ આપવામાં આવી છે.આ સિવાય AAPએ નરેલાથી દિનેશ ભારદ્વાજ, તિમારપુરથી સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ, આદર્શ નગરથી મુકેશ ગોયલ, મુંડકાથી જસબીર કારલા, મંગોલપુરીથી રાકેશ જાટવ ધર્મરક્ષક, રોહિણીથી પ્રદીપ મિત્તલ, ચાંદની ચોકથી પુનરદીપ સિંહ સાહની(સેબી)ને મેદાનમાં ઉતાર્યા છે. પટેલ નગરથી પ્રવેશ રતન, માદીપુરથી રાખી બિરલા, જનકપુરીથી પ્રવીણ કુમાર, બિજવાસનથી સુરેન્દ્ર ભારદ્વાજ, જોગીન્દર સોલંકીને પાલમથી, મનીષ સિસોદિયાને જંગપુરાથી ટિકિટ આપવામાં આવી છે.