અમદાવાદઃ યુએસ-ભારત આર્થિક જોડાણને પ્રોત્સાહન આપતી સર્વોચ્ચ દ્વિપક્ષીય ચેમ્બર ઓફ કોમર્સ એટલે ધ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) છે. IACC ગુરૂવારે તેમની પ્રથમ ‘IACC-MSME સેન્ટર ઓફ એક્સેલન્સ’ શરૂ કરાશે. KCG ઓડિયોરિયમ (i-HUB કેમ્પસ) ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં ગુરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા વિશેષ સંબોધન કરશે.IACCના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ બોહરાએ જણાવ્યું હતું કે, “IACC-MSME સેન્ટર ઓફ એક્સેલન્સનું ધ્યેય MSMEને વૈશ્વિક માંગને પહોંચી વળવા અને તેમની નિકાસ ક્ષમતાને વિસ્તૃત કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે. આ કેન્દ્રનો લોન્ચિંગ MSMEને યુએસ માર્કેટ દ્વારા પ્રસ્તુત વિશાળ તકોનો ઉપયોગ કરવા માટે સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ પહેલ ભારતીય MSMEના વિકાસને આગળ ધપાવશે. અમારૂ લક્ષ્ય અન્ય શહેરોમાં સમાન સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવાનું છે”.