વાસ્તુ: ધૂળેટી રમવા માટે કોઈ નિયમો ખરા?

તમને કયો રંગ ગમે? આકાશનો કે પાણીનો. આકાશના રંગો બદલાયા કરે અને પાણી રંગહીન હોય. તો પણ નીલા આસમાન કહેવાય અને બૂરું પાણી ચીતરાય. એમ તો ઘણું બધું એવું છે જે માત્ર કલ્પના આધારિત લાગે. આકાશ સવાર થી સાંજે સુધીમાં આકાશ અસંખ્ય રંગ બદલે છે. એની પાસે કોઈ પણ શેડ કાર્ડ, ઝાંખુ પડી જાય. પણ હવે એ આકાશ ને જોવાની ફુરસદ કોની પાસે છે? રંગો સકારાત્મક બને ત્યારે ઉર્જાનો અનુભવ થાય અને સકારાત્મક ઉર્જાનું વિજ્ઞાન એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપ નીચે જણાવેલ ઈમેલ પર આપ સવાલ પૂછી શકો છો. આપે જરૂર જવાબ મળશે.

સવાલ: હું આપની બહુ જ મોટી ફેન છું. છેલ્લા સત્તર વર્ષથી હું આપને ફોલો કરું છું. આપના સજેશન થી મને દરેક જગ્યાએ ફાયદો થયો છે. આપના સજેશનમાં કોઈ મોટા ખર્ચા કે તોડફોડ આવતા નથી અને તો પણ પરિણામ શ્રેષ્ઠ મળે છે. હું તો માનું છું કે શ્રેષ્ઠ હોય એ સરળ રીતે ન મળે. મારી એક મિત્ર આપને મળીને સલાહ લેવા માંગે છે. એ એવું માને છે કે ફી આપ્યા વિના ફળ ન મળે. હું પણ માનું છું કે મફતમાં કોઈ કામ ન કરાવાય. કેટલાક લોકો એવું માને છે કે ફી લે એ લોકો રીબાઈ ને મૃત્યુ પામે. તો સાચું શું છે?

જવાબ: ડોક્ટર, વકીલ જેવા વ્યવસાય સેવા સાથે જોડાયેલા છે એમને પણ બધા ફી આપે છે ને? કોઈ પણ સર્વિસ સારી હોય તો એની ફી આપવી જોઈએ. એનું કારણ એ છે કે કોઈ આપણને મદદ કરે અને એમને એમનું યોગ્ય વળતર ન આપીએ તો એની ઉર્જા ક્યાંથી મળે? માણસના રાજીપાની પણ ઉર્જા હોય છે. મેં એવું પણ જોયું છે કે કચવાટ સાથે આપેલા પૈસાની પણ ઉર્જા સારી નથી હોતી. માણસને માનભેર કામ કરાવવાથી બાકાત આવે છે. હું તમારી વાત સાથે સહમત છું.

સવાલ: ધૂળેટી રમવા માટે કોઈ નિયમો ખરા? હોળી માટે કોઈ સૂચન આપો ને.

જવાબ: હોળી એક સંદેશ છે. પર્યાવરણ ને અનુકૂળ કામ કરો. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. એ અજેય પર પણ વિજય અપાવશે. હોળીમાં વધારે કપૂર નાખવાથી નકારાત્મક ઉર્જા મળે છે. એ ન કરો. વિજ્ઞાન ને સમજો ધુળેટી કુદરતી હોવી જોઈએ. કેસૂડો સ્કિન ટોન કરે છે. એની પાછળ પણ વિજ્ઞાન છે.

સુચન : કોઈ પણ વસ્તુનો અતિરેક નકારાત્મક છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]