ટેરો દ્વારા ભવિષ્યના દ્વાર ખોલતાં અજાણ્યાં રહસ્યો

ટેરો કાર્ડ્સથી આજે બધા પરિચિત છે. ટેરો કાર્ડ્સમાં ૭૮ પત્તાં છે. તેમાં મુખ્ય બાવીસ પત્તાંમાં નવ ગ્રહો અને બાર રાશિઓનો સમાવેશ કરાયો છે. ૭૮માંથીબાવીસ મુખ્ય પત્તા કાઢીનાખીએ તો ૫૪ પત્તા બચે, આ ૫૪ પત્તામાં બે જોકર કાઢી નાખતા, તે આપણા રમવાના પ્રચલિત ગંજીફાના પત્તા સાથે મેળ ધરાવતાપત્તા બની જશે. બાવન પત્તાં એ ટેરો કાર્ડ્સમાંથી જ ઉદભવ્યાં છે. ટેરોના પત્તાની ઉત્પત્તિ ક્યાંથી થઇ અને ક્યારે થઇ તે લગભગ જાણવું શક્ય નથી!ટેરોમાંથી છુટા પડેલા આ તાશના પત્તા રાજાઓના સમયથી રમતમાંચાલ્યા આવે છે. તાશના પત્તા કે ગંજીફામાં પણ જ્યોતિષ સાથે ઘણાબધા રહસ્યોનો સમાવેશ થયો છે.પહેલાના સમયમાં રાજાઓ એકબીજાના નસીબનું બળ માપવા સામસામે ગંજીફા રમતા હતાx. ગંજીફામાં જે રાજાની હાર થાય, તેનું નસીબ અને નિર્ણય શક્તિબંને નબળા માનવામાં આવતા હતા. એટલે બીજા અર્થમાં આ ગંજીફાના પત્તાએ નસીબનું માપ પણ દર્શાવે છે. આજ પત્તાનો ઉપયોગ કરીને જાતકના નસીબને પણ જાણી શકાય છે. યુરોપમાં ઘણા ભવિષ્યવેતાઓમાત્ર કાર્ડ્સ દ્વારા જ ભવિષ્યવાણી કરે છે.

ગંજીફા/ ટેરોના કેટલાક અજાણ્યા રહસ્યો:

તાશના પત્તામાં બે જ રંગ છે, લાલ અને કાળો, આ બંને રંગ અનુક્રમે દિવસ અને રાત, પુરુષ અને સ્ત્રી, યાંગ અને યીન દર્શાવે છે. લાલ, ફુલ્લી, ચોકટ અને કાળી વગેરે ચાર અલગ ગ્રુપ એટલે અનુક્રમે જળ, અગ્નિ, પૃથ્વી અને વાયુ તત્વ. લાલ, ફુલ્લી, ચોકટ અને કાળી ચાર અલગ ગ્રુપ અનુક્રમે, લાગણી, શક્તિ,શરીર અને બુદ્ધિ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આ ચારેય તત્વો,જળ, અગ્નિ, પૃથ્વી અને વાયુના આધારે જ સર્વ સંસાર રહેલો છે.

તાશના પત્તા ૫૨ (બાવન) છે, તેઓ વર્ષના ૫૨ અઠવાડિયા દર્શાવે છે. એકથી દસ સુધીના પત્તાનેઆગળના તેના જ ગ્રુપના પત્તા સાથે ૧૧, ૧૨અને ૧૩મો નંબર આપીએ તો બાવન પત્તાનો સરવાળો ૩૬૪ થાય છે. બે જોકરનો સમાવેશ કરીએ તો બધા પત્તાનો સરવાળો ૩૬૬ થશે. આમ તેઓ વર્ષના ૩૬૫/૬૬દિવસનું સુચન કરે છે.તાશના પત્તાનો સરવાળો કરીએ તો તાશના પત્તામાં કોઈ એક ગ્રુપના પત્તા ગણીએ તો ૧૩ પત્તા થાય છે, આ૧૩ પત્તા ચંદ્રની તેર કળાઓ દર્શાવે છે. દરેક ગ્રુપમાં ૧થી૧૦સુધીનાપત્તા છે. ૧થી૧૦સુધીનાપત્તા ન્યુમેરોલોજીનો સમાવેશ કરે છે.

તાશના પત્તામાંચારરાજાઓ છે,તમે ધ્યાનથી જોશો તો જણાશે કે તેમાં લાલનો રાજા એક માત્ર એવો છે કે જેને ‘મૂછ’ નથી, તેની તલવાર તેના માથા પાછળથી નીકળે છે.આચાર રાજાઓ એટલે ડેવિડ, કાર્લમેગ્ને, સીઝર અને એલેક્ઝાંડરછે. ચાર જેકમાંથી બે જેક એવા છે કે તે બંને એકબીજા સામે જુએ છે.

ઉપરની માહિતીના આધારે તમે જાણી શકશો કે તાશના પત્તા વડે નસીબનું બળ જાણવું પણ શક્ય છે. ભવિષ્ય જાણવા માટે જો એકચિત્તે અને ખુલ્લા આકાશે, દિવસે,સાત પત્તાખેંચવામાં આવે અને જો આ સાતપત્તા:

બધા નાની સંખ્યાના પત્તા હોય તો તે નાની વાતોનો નિર્દેશ કરે છે. ઘટના સામાન્ય છે, તકલીફ સરળતાથી ટાળી શકાશે.

જો વધુ પડતા મોટી સંખ્યાના પત્તા આવે તો કોઈ મહત્વની ઘટના ઘટશે તેનો નિર્દેશ કરે છે.જો વધુ પડતા પત્તા કોઈ એક જ ગ્રુપના હોય તો જે તે સમયે જળ, અગ્નિ, વાયુ કે પૃથ્વી તત્વની પ્રચુરતાનો નિર્દેશ કરે છે. જેમ કે, પૃથ્વી તત્વ આર્થિક સમસ્યાનો નિર્દેશ કરે છે.

જો વધુ પડતા પત્તામાં રાજા, રાની કે જેક જોવા મળે, તો અનેક વ્યક્તિઓ સાથે તમારા સંબંધો મહત્વના બનશે તેનો નિર્દેશ થાય છે. તમારું ભાગ્ય લોકોના હાથે આકાર લઇ રહ્યું છે. લાલની રાની પ્રેમાળસ્ત્રી પાત્ર દર્શાવે છે.

એકથી વધુ પત્તા જો એક નંબરનો નિર્દેશ કરતા હોય તો એટલે કે વધુ પડતા પત્તા કોઈ એક જ આંકડાને દર્શાવતા હોય તો તે અંક નિર્દેશિત બાબતોમાં સફળતા મળે છે. જેમ કે ચારનો અંક સ્થિરતા દર્શાવે છે, નવનો અંક સ્વતંત્રતા અને સફળતા દર્શાવે છે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]