અમદાવાદમાં રોગચાળાની નાબૂદી માટેનો પ્રયાસ….

અમદાવાદ– ચોમાસાની ઋતુના કારણે વાતાવરણમાં  જુદાજુદા પ્રકારના જીવાણું ઝડપથી ફેલાય છે. હવાના જીવાણું થી ફેલાતા રોગોની સાથે પાણીજન્ય રોગચાળો પણ ઝડપથી વકરે છે.અમદાવાદ સહિત શહેરી વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને સતત વાદળ છાયા ગરમ-ઠંડા વાતાવરણના કારણે શહેરમાં જુદા જુદા પ્રકારનો રોગચાળો વકર્યો છે. કેટલાક દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.  અમદાવાદ મહાનગર પાલિકા તમામ પ્રકારના રોગચાળાની નાબૂદી માટે સતત પ્રયત્ન કરે છે. વિવિધ પ્રકારના મચ્છરોની નાબૂદી માટે મહાનગર પાલિકાના કર્મચારીઓ ફોગિંગ મશીન દ્વારા સતત દવાનો છંટકાવ કરતાં રહે છે. પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની છે જ્યાં મનપાના કર્મચારીઓ ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરી રહેલા નજરે પડે છે.તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ