નવેમ્બરમાં છ ગ્રહનું પરિવર્તન: તમારી રાશિ પર શું થશે અસર?

જ્યોતિષ શાસ્ત્ર એક એવું અદ્ભુત શાસ્ત્ર છે કે જેના થકી આકાશમાં રહેલા વિવિધ ગ્રહો ની ગતિ વિષે માહિતી મળે છે. કુલ બાર રાશી છે અને નવ ગ્રહ છે. જ્યોતિષ મત મુજબ સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહ ગણવામાં આવે છે. કુદરતનું કોઈ પણ પરિવર્તન હકારાત્મક અથવાતો નકારાત્મક પરિણામો આપે છે. નવેમ્બર મહિનો આ વખતે કૈક ખાસ છે. નવમાંથી છ ગ્રહો આ મહિનામાં પરિવર્તન પામે છે. દરેક ગ્રહનો દરેક રાશિમાં રહેવાનો સમય અલગ અલગ હોય છે. અને વળી તેની ગતિ પણ માર્ગી અને વક્રી હોય છે. આમતો જન્મના ગ્રહોની સ્થિતિના આધારે કોઈ પણ વ્યક્તિ માટે વાત થઇ શકે. પણ દરેક ગ્રહની કોઈને કોઈ ખાસ અસરતો હોયજ છે.

સર્વપ્રથમ વાત કરીએ સૂર્યથી સહુથી નજીક આવેલા ગ્રહ બુધ વિષે. નવેમ્બર મહિનાના પહેલા દિવસેજ તે વૃશ્ચિક રાશિમાં વક્રી થઇ ગયો છે. જે ૩૫ દિવસ વક્રી રહેશે. બુધ વેપાર અને વાણીનો કારક છે. જે વેપાર માટે સારા સમાચાર આપી શકે. અન્ય રીતે વિચારીએ તો મંદીના વાતાવરણમાં રાહત મળે. વરસાદ અને ભેજ રહે, ઠંડા પ્રદેશમાં બરફ પણ પડી શકે. ઇશાન અને પશ્ચિમના રાજ્યોની સ્થિતિ પર તેની અસર જોવા મળે. વાણીને લગતી સમસ્યા જણાય. જોકે સામાન્ય રીતે પણ વાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવાની સલાહ છે. અકસ્માત કે અથડામણ વધી શકે. ગુરુ ધનનો થયો અને સૂર્ય વૃશ્ચિકમાં આવશે. મોંઘવારીની ફરિયાદ ઘટે. વખતો વખત માવઠા પડી શકે. ધાર્મિક ભાવના વધે.

હવે નવેમ્બર મહિનામાં થયેલા પરિવર્તનની રાશિવાર અસરો પણ જોઈએ

મેષ: આ સમય દરમિયાન ગફલતમાં રહીને નિર્ણય ન લેવાની સલાહ છે. એકનાની ભૂલ પણ ભારે પડી શકે છે.ખોટું ન બોલવાની સલાહ છે.બુધવારે મગ ખાવાની સલાહ છે.

મિથુન: રાજી થવાનો સમય છે. તમે જે કઈ ઈચ્છતા હતા તે નજરે ચડશે. માન,પ્રતિષ્ઠા, સફળતા હવે દેખાશે. આ સમય દરમિયાન શિવપૂજા ઉર્જામાં વધારો કરશે.

કર્ક: વિશ્વાસ ક્યાં કરવો અને કોના પર કરવો તે સમજણ કેળવવી પડશે. ખર્ચ પર કાબુ રાખવાની સલાહ છે. બાકી માનસિક તણાવ અને બીમારી આવી શકે. દરરોજ સવારે વહેલા ઉઠી શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી રાહત રહે.

સિંહ: યાત્રા અંગે ખર્ચ થઇ શકે. વિશ્વાસે ન ચાલવાની સલાહ છે.વિવાદમાં ન પડવું.એકંદરે સમય સાથ આપશે.સવારના વહેલા ઉઠવાથી સારું રહે.

કન્યા: મનપ્રફુલ્લિત રહેશે. કારણકે સારા કામ પણ થશે અને આવક પણ વધે. પણ બચત કરવાની સલાહ છે. શિવપૂજાથી સારું રહે.

તુલા: આ સમય દરમિયાન આપને મહેનતના પ્રમાણમાં ફળ મળશે. તેથી હતાશ થયા વિના કામ કરતા રહેવાની સલાહ છે. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બુધવારે શિવલિંગ પર અભિષેક કરવો.

વૃશ્ચિક: ઘણા સમયથી જે સમયની રાહ જોતા હતા તે હવે જોવા મળશે. કોઈ સારા સમાચાર આવી શકે. ખોટા ખર્ચથી દુર રહેવાની સલાહ છે. કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું.

ધન: ભય હમેશા કાલ્પનિક હોય છે. મન સ્થિર રાખસો તો સમય પસાર થઇ જશે. બુધવારે શિવલિંગ પર દહીંમાં કાળા તલ થી અભિષેક કરવાથી સારું રહે.

મકર: આ સમય દરમિયાન વાણી પર સૈયમ રાખવો જરૂરી છે. બાકી ઘરનું વાતાવરણ દુષિત થઇ શકે છે. બુધવારે મગ ખાવાની સલાહ છે.

કુંભ: જો તમે સાચા છો તો ભયભીત થવાની જરૂર નથી. પણ હા સાચી નિષ્ઠાથી કામ કરવું જરૂરી છે. કાવાદાવાન કરવાની સલાહ છે.કારણકે તમારોસત્યનીષ્ઠ સ્વભાવજતમારી તાકાત છે. ખોટી ચર્ચામાં ન ઉતરવું.

મીન: જો તમારા મનમાં કોઈ વાત ઘર કરી ગઈ હશે તો આ સમયમાં તેમાંથી છુટકારો મળી શકે. હાશકારો મળશે. બુધવારે શિવ મંદિરમાં એક મુઠી મગ અને એક રૂપિયો ધરાવી તે જરુરીયાત વાળાને આપી દેવાથી સારું રહે.

ઈશ્વર સહુને શુભ સમય આપે તેવી પ્રાર્થના.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]