દુનિયામાં સૌથી વધુ નીકળતા લોટરી નંબર અને અંકશાસ્ત્ર

ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રના પરિણામ ઘણીવાર ખૂબ આશ્ચર્યજનક હોય છે. જો તમે સજાગ રહીને નિરીક્ષણ કરતાં રહેશો તો તમારા જીવનની કહાની અમુક અંકો અને સરવાળાની આસપાસ ફર્યા કરતી હશે. ૮ શનિનો અંક છે એટલે ખરાબ છે તેવું ઘણા માને છે, ૧૩નો અંક ટેરો કાર્ડમાં મૃત્યુ દર્શાવે છે માટે ૧૩નો અંક ઘણાં લોકો અશુભ માને છે. પણ તેવું નથી, ૮ કે ૧૩નો અંક શુકનિયાળ સાબિત થયો હોય તેવા લોકો પણ છે. જો જન્મકુંડળીમાં શનિ યોગકારક હોય એટલે કે વૃષભ અથવા તુલા લગ્ન હોય તો આઠનો અંક શુકનિયાળ સાબિત થઇ શકે. જન્મકુંડળીમાં રાહુ ત્રીજે, છઠે કે લાભ સ્થાને હોય તો ૪નો અંક તમને ફળશે, કારણ કે રાહુ શુભ થતાં તેનો અંક ૪ પણ તમને શુભ ફળ આપશે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના મોટા રાષ્ટ્રોની લોટરીનો એક સર્વે થયો, તેમાં અમુક અંકો જ લોટરીમાં વારંવાર નીકળતા હોવાનું તારણ આવ્યું છે. પહેલી નજરે અસંભવ લાગતી વાત આટલા બધા સર્વેક્ષણ પછી સાચી પડી છે કે અમુક અંકો લોટરીમાં બહાર આવે છે તેની સંભાવના ઘણી વધુ હતી. કાયમ લોટરીમાં સફળ રહેતા અંકોના સરવાળા કરવામાં આવ્યા, તેમાં ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭નો અંક સૌથો વધુ મળ્યા છે. જેમ કે, ૮૯૮૫૩ નંબરની લોટરીમાં જીત મળે તેની સંભાવના વધુ છે. કારણ કે, લોટરીના આ નંબરનો સરવાળો ૩૩ થાય છે. આશ્ચર્યજનક રીતે વધુ સફળ લોટરીમાં ૩૩ અને ૬નાઅંક બધે જ રીપીટ થતા હતા. ૩૩માં ૩નો અંક બે વાર આવે છે, એટલે કે ગુરુનો અંક બે વાર આવ્યો, સરવાળો ૬ થયો એટલે કે શુક્રનો અંક આવ્યો. આમ ૩૩ અને ૬નો અંક શુકનિયાળ પણ છે. પછીના ક્રમે આવતા સરવાળામાં૩૮ના અંકમાં ગુરુ અને શનિ આવે છે. ૪૦માં માત્ર રાહુનો પ્રભાવ છે. ૪૯માં રાહુ અને મંગળનો પ્રભાવ છે. ૭ માત્ર કેતુ છે. મોટેભાગે ૩૪, ૩૨, ૩૮, ૩૩, ૩૯ તથા ૪૦,૪૪,૪૬નો સરવાળો થતો હોય તેવા અંકોની લોટરી વધુ લાગી હોય તેવું તારણ પણ મળે છે. ૨૦, ૨૨, ૨૩, ૨૪ અને ૨૯ પણ લકી જણાય છે. આ સરવાળો તમારી ટીકીટ નંબરના અંકોનો ટોટલ સરવાળો થવો જોઈએ. યાદ રહે કે સૌથી વધુ શુકનિયાળ અગાઉ જણાવ્યું તેમ ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭ જ છે.

પ્રતિકાત્મક તસવીર

લોટરીની ટીકીટના નંબરના સરવાળા કરીએ તો સૌથી ઓછા શુકનિયાળ સાબિત થયા હોય અથવા ભાગ્યે જ લાગતા હોય તેવા અંકોમાં ૨૮,૫, ૨૧ અને ૩૬ વધુ દેખાય છે. ૮ અને ૧૩ પણ અહી અશુભ મળ્યા છે. આ અંકોની લોટરી લાગવાની સંભાવના ખુબ ઓછી છે.

જન્મતારીખના સરવાળા કરતા જૂની પદ્ધતિ કે જેણે કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ કહે છે તે વધુ સ્પષ્ટ અને પરિણામ સૂચક છે તેવું અનુભવે જણાયું છે. તમે જયારે પણન્યુમેરોલોજી મુજબ લકી અંક કાઢવાની કોશિશ કરો છો ત્યારે તેના સરવાળામાં ૯નો અંક હંમેશા રાઉન્ડઅપ થાય છે માટે ૯ના અંકનું મહત્વ ગણતરીમાં રહેતું નથી, આ રહસ્ય આસાનીથી નહિ સમજાય પરંતુ તમે સતત ન્યુમેરોલોજી અનુભવ કરશો તો તમને જણાશે કેકીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ એ વધુ સ્પષ્ટ અને સાચી છે. આ પદ્ધતિમાં ૧થી ૮ સુધીના અંકો જ ગણતરીમાં લેવાયા છે.કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિની મદદથી વ્યક્તિનું નામ અને વ્યવસાયનું નામ તેના ગ્રહો સાથે અનુકુળ કરી શકાય છે. આ પદ્ધતિના ઉપયોગથી આશ્ચર્ય થાય તેટલી હદે શુભ પરિણામો મળે છે.

નીરવ રંજન