જન્મરાશિ એટલે એ રાશિ કે જેમાં તમારાજન્મસમયે ચંદ્ર બિરાજમાન હતો. જ્યોતિષશાસ્ત્રમાંચંદ્રનું મહત્વ ખુબ વધુ છે. ચંદ્ર મનનો કારક છે અને એટલે જ મનનીજેમ જન્મરાશિનો પણ પ્રભાવ માણસ પર સૌથી વધુ હોય છે.વૃશ્ચિક રાશિના જાતકોને તમે સહેલાઇથી ઓળખી શકો છો, કારણ કે તેઓ ભાગ્યે જ બહાર ફરતા જોવા મળશે. બહુ ઓછો દેખાતો માણસ કદાચ વૃશ્ચિક રાશિનો હોઈ શકે. ધન રાશિના જાતકોને લોકો જલ્દી ઓળખે છે, તેમના કામ અને દામના કારણે. ધન રાશિના જાતકો લાગણીઓને બહુ ગણકારતા નથી એટલે જ તેઓ પોતાન કાર્યમાં જલ્દી આગળ વધે છે. મકર રાશિના જાતકોને કોઈ ઓળખી શકતું નથી, તેમનો રંગ માત્ર મુસીબતના સમયે જ જોવા મળી શકે છે. તેઓ તેમની મુસિબતના સમયે મિત્રો પાસે દોડતા આવે છે. મકર રાશિના જાતકો કર્મશીલ ખરા પણ પરિસ્થિતિના ગુલામ પણ જલ્દી બની જાય છે.ગતાંકમાં આપણે સિંહથીતુલાની વાત કરી હતી. આજે વૃશ્ચિક, ધન અને મકરરાશિની કેટલીક ખાસિયતો આલેખવા પ્રયત્ન કર્યો છે. આરાશિઓની કેટલીક રસપ્રદ વાતો નીચે મુજબ છે:
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો આમ દુનિયાથી દુર રહેવાવાળા હોય છે. તેમનું અંગત જીવન ઘણું વૈવિધ્ય અને આદર્શોથી ભરેલું હોય છે. તેઓ જ્ઞાનની ઉપાસના કરે છે. તેઓ સ્વભાવે ખુબ શરમાળ હોય છે. પ્રેમમાં તેઓ ગળાડૂબ થઈને પડે છે, પ્રેમ કરે છે તો બોલી નથી શકતા. આ રાશિના જાતકોમાં કોઈની માટે લાગણી કે દ્વેષ બંધાય ત્યારબાદ તેમાં જલ્દી ફેર નથી પડતો. તેઓ નફરત બમણા જોરથી કરે છે, તેઓ આલોચક બને તો સીમાઓ ઓળંગી જાય છે. તેમના લીધે અનેક લોકોને ખોટું લાગી શકે છે. તેઓ સત્ય બોલે છે પણ જયારે યાદ આવે ત્યારે સત્ય બોલી નાખે છે, તેના કારણે તેમને લોકોનો રોષ વહોરવો પડે છે. તેઓ ભાવનાશીલ વ્યક્તિ છે, ગણિત અને તર્ક તેમને ગમતા નથી. તેઓ સારા કવિ બની શકે છે. તેમની ઊંઘ ઓછી હોય છે. તેઓ ખોટી બાબતોમાં વધુ ચિંતા કરે છે. મારા મતે આ રાશિના જાતકો ચિંતકો છે. તેમને કર્મની જંજાળ પસંદ નથી હોતી.
ધન:
ધન રાશિના જાતકો જીવનમાં કોઈ નક્કર સાહસ કરવાની ફિરાકમાં હોય છે. તેઓ કોઇથી જલ્દી ડરતા નથી. પરિસ્થિતિ પહેલા તેઓ પરિસ્થિતિની ઉપર હાવી થઇ જાય છે. એક લક્ષ્ય નક્કી કરીને તેઓ તેની પાછળ લાગી જાય છે. ધન રાશિના જાતકો અન્ય લોકોમાંથી પ્રેરણા લે છે. તેઓના જીવન દરમ્યાન તેમની આધ્યાત્મિક પ્રગતિ લોકોનેઆંખે ઉડીને વળગે છે. ધન રાશિના જાતકો ખુબ પૈસા કમાઈ શકે છે, પરંતુતેઓએ જીવન દરમ્યાન ખોટા સાહસને ઓળખીને બચવું પણ જરૂરી છે. ધન રાશિના જાતકો કોઈ પણ હુન્નર કે રમતગમતના વિષયોમાં પારંગત થઇ શકે છે. તેમની માટે લગ્ન જીવન કે ભાગીદારીના વિષયો ગૌણ હોય છે, તેઓ બધા કામોમાં કદાચ એકલા જ કાફી છે. ધન રાશિના જાતકો જીવનદરમ્યાન વ્યવસાયમાં અચૂક ઝંપલાવે છે, તેઓ વ્યવસાયની બાબતોમાં ગુપ્તતા સાથે લાંબો સમય આગળ ચાલી શકે છે. ધન રાશિના જાતકોને નોકરી પસંદ નથી તેવું મોટેભાગે જોવા મળે છે.
મકર:
મકર રાશિના જાતકો દુનિયાદારીમાં જીવવાવાળા હોય છે, તેમને તેમનું જીવન અને કાર્ય અતિપ્રિય હોય છે. તેઓ આખો દિવસ કામ કરી શકે છે, તેમને કામના વળતર તરફ વધુ ધ્યાન હોતું નથી. બસ કામ મળવું જોઈએ. તેઓતનતોડમહેનતમાં માને છે. તેઓ પોતાના માનમોભાને વધુ ધ્યાને લે છે. તેમની માટે સત્તા અને ઊંચી વગદાર નોકરી બધું જ છે. તેઓ મિત્રો માટે ઓછા ભરોસાપાત્ર બને છે, હકીકતે તેઓ વારંવાર મિત્રો પણ બદલે છે. મકર રાશિના જાતકો વૈવાહિક જીવનને પણ માન-મોભાસાથે જોડી શકે છે. મકર રાશિના જાતકો પાસે કવિતા કે કળાના વિષયો માટે વધુ સમય હોતો નથી. તેઓ ભાગ્યેજ આવા કળા કે સૌદર્યના વિષયોમાં ઊંડા ઉતરે છે. તેમના જીવન દરમ્યાન નોકરી જીવનનું કેન્દ્રબિંદુ હોય છે અને તેઓ નોકરીની આજુબાજુ ફર્યા કરતા હોય છે. તેઓ જવાબદારીના ભયે પ્રેમમાં પડતા નથી. તેઓપ્રેમ કરે તો એટલી ઉંચી પસંદ હોય છે કે જે લગભગ અશક્ય જ હોય છે.