GallerySports પુણેમાં ભારત-બાંગ્લાદેશ વર્લ્ડ કપ-2023 જંગ October 19, 2023 પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં 19 ઓક્ટોબર, ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં રાઉન્ડ રોબિન મેચ રમાઈ. બાંગ્લાદેશના હંગામી કેપ્ટન નજમુલ શાન્તોએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશનો દાવ 50 ઓવરમાં 8 વિકેટે 256 રનમાં પૂરો થયો હતો. લિટન દાસે 66, તંઝીદ હસને 51, મુશફિકુર રહીમે 38, મેહમુદૂલ્લાહે 46 રન કર્યા હતા. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. (તસવીરકારઃ દીપક ધુરી) ભારતની આ ચોથી મેચ છે. કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં રમેલી ટીમને પુણે મેચ માટે યથાવત્ રાખવાનું પસંદ કર્યું. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલી જ ઓવર ફેંકતી વખતે ઘૂંટણ મચકોડાઈ જતાં મેદાન છોડી ગયો હતો. તેના બાકી રહેલા 3 બોલ બાદમાં વિરાટ કોહલીએ ફેંક્યા હતા. તેને બોલિંગ કરતો જોવાનો અનુભવ સ્ટેડિયમ તેમજ ટીવી દર્શકો માટે અનેરો અનુભવ હતો. વીઆઈપી સ્ટેન્ડમાં બેસીને મેચ નિહાળતી સચીન તેંડુલકરની પુત્રી સારા