ગાંધીનગર: ડૉ. રાજેન્દ્ર પ્રસાદની આજે ૧૪૦મી જન્મજયંતિ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩જી ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં થયો હતો.ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.