નીતિ આયોગના પૂર્વ CEO સહિત બ્યૂરોક્રેટ્સ સુધી પહોંચી INX મીડિયા કેસની તપાસ…

નવી દિલ્હીઃ કેન્દ્રીય સતર્કતા આયોગ અનુસાર INX મીડિયા સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં નીતિ આયોગના પૂર્વ ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સિંધુશ્રી ખુલ્લર સહિત 4 પૂર્વ અને વર્તમાન બ્યૂરોક્રેટ્સ વિરુદ્ધ પહેલી નજરમાં કેસ બને છે.

CVC એ નાણાંમંત્રાલયના આધીન આવનારા ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સથી આ પૂર્વ બ્યૂરોક્રેટ્સ વિરુદ્ધ તપાસ માટે કહેવામાં આવ્યું છે. ખુલ્લર ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના પૂર્વ સચિવ અનૂપ કે. પૂજારી વિરુદ્ધ પણ સીબીઆઈ તપાસની તલવાર લટકી રહી છે.

ખુલ્લર અને પુજારી ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સમાં તત્કાલીન નાણાંપ્રધાન પી.ચિદમ્બરમ સાથે કામ કરી ચૂક્યાં છે. બાકી ઓફિસરોમાં હિમાચલ સરકારમાં વર્તમાન પ્રમુખ સચિવ પ્રબોધ સક્સેના અને DEA ના પૂર્વ અંડર-સેક્રેટરી રબીન્દ્ર પ્રસાદ શામેલ છે.

તપાસથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે સીવીસીએ આ અધિકારીઓની કથિત ભ્રષ્ટાચારમાં ભૂમિકાની સીબીઆઈથી તપાસનો રસ્તો સાફ કરી દીધો છે. આપને જણાવી દઈએ કે 2007માં FIPB એ આઈએનએક્સ મીડિયાને વિદેશથી 305 કરોડ રુપિયાની રકમ પ્રાપ્ત કરવા માટે મંજૂરી આપી હતી.

આરોપ છે કે આ મંજૂરીમાં અનિયમિતતા વરતવામાં આવી હતી અને આના માટે લાંચ આપવામાં આવી હતી. આ જ મામલામાં તત્કાલીન નાણાંપ્રધાન પી.ચીદમ્બરમ પણ તપાસનો સામનો કરી રહ્યાં છે. તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમની તો ધરપકડ પણ કરવામાં આવી હતી, અત્યારે તેઓ જામીન પર છે.