સોમનાથના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ…

ગીર-સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ઉજવણી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. જેમાં બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી આ પ્રસંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતિ પામેલા યુવક-યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પૂર્વ રાજ્યપ્રધાન જશાભાઇ બારડ, પાલિકાપ્રમુખ મંજૂલાબેન સુયાણી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીડીઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતીન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજિક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળાના વિદ્યાર્થીઓ સહિત સહુ લોકોએ યોગ કર્યાં હતાં. સૌ લોકોને રીફ્રેશમેન્ટ લીંબુ શરબત તથા બિસ્કીટનું વિતરણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]