વિશ્વની સૌ પ્રથમ મહિલા સ્પેશિયલ ટ્રેન ઊજવી રહી છે 26મી વર્ષગાંઠ

વિશ્વની સૌ પ્રથમ મહિલા સ્પેશિયલ ટ્રેનને પશ્ચિમ રેલવે દ્વારા 5 મે, 1992ના રોજ મુંબઈના ચર્ચગેટ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવી હતી

ભારતીય રેલવે અને મહિલા યાત્રીઓ માટે 5 મે આનંદનો દિવસ છે. મુંબઈના ચર્ચગેટ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે 5 મે, 1992ના રોજ દોડેલી પહેલી મહિલા સ્પેશ્યલ ટ્રેનની પરિચાલનની આજે 26મી વર્ષગાંઠ છે. 5 મે, 1992ના રોજ ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે વિશ્વની પહેલી મહિલા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. ભારતીય રેલ દ્વારા સંપૂર્ણ રીતે મહિલાઓ માટે સમર્પિત આ ટ્રેન માઈલસ્ટોન છે. શરૂઆતમાં આનું પરિચાલન પશ્ચિમ રેલવેના ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે થયું અને 1993માં આનો વિસ્તાર વધારીને વિરાર સુધી શરૂ કરાઈ હતી.

મહિલા સ્પેશિયલ ટ્રેન મહિલાઓ માટે વરદાન સાબિત થઈ, કેમ કે પહેલા તેમને નિયમિત રેલગાડીમાં મહિલા ડબ્બામાં પ્રવેશ માટે સંઘર્ષ કરવો પડતો હતો. આ ટ્રેન સંપૂર્ણ રીતે મહિલાઓને સમર્પિત કરવાનો ઉદ્દેશ એ હતો કે મહિલાઓ આરામથી યાત્રા કરી શકે. અતિ વ્યસ્ત ઉપનગરીય લાઈનો પર સફળતાપૂર્વક 26 વર્ષોથી ચાલી રહેલી મહિલા સ્પેશિયલ ટ્રેનને મહિલા યાત્રી વરદાન માને છે.

ત્યારથી મહિલા યાત્રીઓમાં સુરક્ષા ભાવ ઉભો કરવા માટે ભારતીય રેલવે એ અનેક નવાચારી ઉપાયો કર્યા. અનેક મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવાયા. પશ્ચિમ રેલવેએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ગત વર્ષે નવા સુરક્ષા ઉપાયના રૂપમાં ટૉક બૈક પ્રણાલી લગાવી છે. આ પ્રણાલીમાં મુશ્કેલિની સ્થિતિમાં યુનિટમાં સ્થાપિત બટન દબાવીને લેડિઝ કોચની મહિલા યાત્રીઓ અને ટ્રેનના ગાર્ડ સાથે બેવડો સંવાદ કરી શકાય છે. આ ટ્રેન મહિલા યાત્રીઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની મુશ્કેલ પરિસ્થિતિઓમાં લાભકારી છે.