સાઉદી ગઠબંધનના દેશોએ યમનની રાજધાની પર કર્યો હવાઈ હુમલો: સૂત્ર

0
1679

યમન– સાઉદી અરબના નૈતૃત્વવાળા ગઠબંધને યમનમાં વિદ્રોહીઓના કબ્જાવાળી રાજધાની સનામાં રક્ષામંત્રાલયની ઈમારત પર બે હવાઈ હુમલા કર્યાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક લોકો અને મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં હજીસુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હવાઈ હુમલા બાદ પણ સના શહેરની ઉપર યુદ્ધ વિમાનો ફરતા જોવા મળ્યા હતા.

હુતી વિદ્રોહિયોના મીડિયા સંગઠન અલ-મસીરાએ જણાવ્યું કે, રક્ષામંત્રાલયની ઈમારત પર બે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ જાનહાની અંગે જણાવવામાં આવ્યું નથી. જોકે આ પહેલા પણ સાઉદી અરબના નૈતૃત્વવાળા ગઠબંધને યમનમાં વિદ્રોહીઓના કબ્જાવાળી રાજધાની પર રક્ષામંત્રાલયની ઈમારત પર હવાઈ હુમલા કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ અત્યારનો હુમલો ઈરાન સાથે વધી રહેલા તણાવનું પરિણામ માનવામાં આવે છે.

રિયાદ અરપોર્ટ પાસે હુમલામાં હુતી વિદ્રોહીયો દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ સાઉદી સુરક્ષાદળો દ્વારા આ સપ્તાહની શરુઆતમાં યમન સાથે જોડાયેલી સરહદને સીલ કરવામાં આવી હતી. તે સમયે વિદ્રોહીયોએ સરહદ સીલ કરવાના વિરોધમાં સાઉદ અરબ અને UAE પર હુમલા કરવાની ધમકી ઉચ્ચારી હતી.