મોદી ઈફેક્ટ: ડોકલામ તણાવથી બંધ થયેલો નાથુલા રુટનો વ્યાપાર ફરી શરુ

બિજીંગ- નાથુલા સરહદેથી ભારત અને ચીનના વેપારીઓ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર મંગળવારથી ફરી શરુ થઈ ગયો છે. બન્ને દેશ તરફથી વેપારીઓ અને સરકારી અધિકારીઓએ એકબીજાને ઉપહાર અને શુભેચ્છાઓ પાઠવી હતી. સિક્કીમ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, ગત વર્ષે ડોકલામ ગતિરોધ બાદ બન્ને દેશ વચ્ચે આ રુટ પર વ્યાપાર અટકાવવામાં આવ્યો હતો. વેપારીઓને આશા છે કે, હવે આ વર્ષે કોઈ ગતિરોધ નહીં સર્જાય અને વેપાર યથાવત ચાલશે.સિક્કીમ સરકારના અધિકારીએ જણાવ્યું કે, ડોકલામ ગતિરોધ બાદ ગત વર્ષે જુલાઈમાં નાથુલા રુટ પર દ્વિપક્ષીય વ્યાપાર પર રોક લગાવવામાં આવી હતી. સિક્કીમ વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું કે, વર્ષ 2016-17 દરમિયાન ભારત-ચીન નાથુલા સરહદેથી રુપિયા 3.54 કરોડનો વેપાર થયો હતો.

મહત્વનું છે કે, ગત વર્ષે સર્જાયોલા ડોકલામ ગતિરોધ બાદ બન્ને દેશ પરસ્પર સંબંધોને સુધારવા અને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કરી રહ્યાં છે. અ સંદર્ભમાં ગત સપ્તાહે પીએમ મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતમાં બન્ને દેશના નેતાઓએ સુરક્ષા સંબંધી મુદ્દાઓ ઉપર પરસ્પર રણનીતિ મજબૂત કરવા સહમતિ વ્યક્ત કરી હતી.