ઓસ્ટ્રેલિયામાં લાખો લોકોએ કર્યું અદાણી વિરૂદ્ધ પ્રદર્શન

0
3399

નવી દિલ્હી– ભારતની દિગ્ગજ કંપની અદાણીની ઓસ્ટ્રેલિયામાં 16.5 અરબ ડોલરની કારમાઈક્લ કોલસા ખાણ પરિયોજના વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયામાં અલગઅલગ વિસ્તારમાં હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું. પર્યાવરણના મુદ્દાના કારણે પરિયોજનામાં પહેલાથી જ ઘણા વર્ષોનો વિલંબ થઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અદાણીની આ પરિયોજના વિરૂદ્ધ સિડની, બ્રિસબેન, મેલબર્ન અને ઉત્તરી ક્વીંસલેન્ડના ગોલ્ડ કોર્ટ અને પોર્ટ ડગલસમાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રેલી કાઢી વિરોધ પણ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સિડનીમાં સાઈમન ફોસ્ટરિંગે જણાવ્યું હતુ કે જો આ પરિયોજના આગળ વધશે તો આપણું ભવિષ્ય અંધકારમાં ધકેલાશે.

સિડનીમાં પ્રદર્શનમાં આશરે 2 હજાર લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ #stopadani અભિયાન ચલાવ્યું હતું. સિડનીનના#સ્ટોપઅદાણી આંદોલનકારી ઈસાક એસ્ટિલે જણાવ્યું કે આ ખાણ નિર્માણ તે એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. જ્યારે આપણું પર્યાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે અને આ ખાણ એ દક્ષિણી ગોળાર્ધની સૌથી મોટી કોલસા ખાણ છે અને એટલા માટે જ દુનિયાભરમાંથી અને ઓસ્ટ્રેલિયામાંથી લોકો આની વિરૂદ્ધ આગળ આવી રહ્યા છે. હજારો લોકો માંગણી કરી રહ્યા છે કે અદાણીને કંપનીને અહીંયા ન આવવા દેવી જોઈએ. અત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં હજારો લોકો આ કંપનીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.