‘વાઈબ્રન્ટ’ સચિવાલયમાં જોણું બન્યો ચાનાસ્તો આપતો રોબોટ

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત 2019નો ધમધમાટ દિલ્હીથી સીએમ દ્વારા શરુ થયાં બાદ ગાંધીનગરનું સચિવાલય પણ એક નવા ખાસ મહેમાનને લઇને વાઈબ્રન્સી અનુભવી રહ્યું છે. આપણે જાણી છીએ કે, ઘણેઠેકાણે રોબોટ એક માણસની ગરજ સારે તે રીતે ઘણાં કામ કરી શકે છે.આ હવે નજર સામે જોવા મળી રહ્યું છે સચિવાલયમાં. હા, ગાંધીનગરમાં સચિવાલયમાં સાયન્સ સિટી દ્વારા મોકલવામાં આવેલાં બે રોબોટ લોકોને કામ કરતાં જોવા મળી રહ્યાં છે. આ નવા પટાવાળાએ આગંતુકોમાં આકર્ષણ ઊભું કર્યું છે.

ગઇકાલે સચિવાલયમાં ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંધની ઓફિસમાં સોમવારે પટાવાળાને બદલે રોબોટ ચા નાસ્તો લઇને આવ્યો હતો. સચિવાલયમાં બ્લોક નંબર એકના પાંચમા માળે સીએસ ઓફિસ આવેલી છે.

આ ઓફિસમાં સોમવારે સવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએમ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા નાસ્તો લઇને અવરજવર કરતા દેખાયા.

આ જોઈને અહીંયા ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને અનેક મુલાકાતીઓએ તેને જોતા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.