જ્યારે રાજકોટના રાજાએ રાજાશાહી ઠાઠમાં કર્યું મતદાન…

રાજકોટઃ આજે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે રાજકોટના રાજ પરિવારના વર્તમાન વારસદાર, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ અનોખી રીતે મતદાન કર્યું હતું. માંધાતાસિંહજી અને એમના ધર્મપત્ની રાણી કાદમ્બરીદેવી 1950માં રાજકોટના રાજા પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ ખરીદેલી વિન્ટેજ કાર સેવરોલેટમાં મતદાન કરવા ગયા હતા. માંધાતાસિંહજીએ જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આપણે ઘરના ઉત્સવમાં જે ઉત્સાહથી ભાગ લઈએ છીએ એમ જ આ ઉત્સવમાં પણ ભાગ લઈએ. એટલે આ કાર લઈને અમે મતદાન કરવા આવ્યા છીએ.

(અહેવાલઃ જ્વલંત છાયા)