ગુજરાતને અન્યાયઃ નર્મદાનું પાણી આપવા મધ્યપ્રદેશ સરકારનો ઈનકાર

0
1556

નર્મદાઃ ગુજરાત સરકારે મધ્યપ્રદેશ સરકાર પાસે નર્મદાના વધુ પાણીની માગણી કરી છે. પરંતુ ગુજરાત સરકારની વાતને મધ્યપ્રદેશ સરકારે નકારી કાઢી, નર્મદાનું વધુ પાણી આપવાનો ઈનકાર વ્યક્ત કર્યો છે. હવે આ મામલે ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે. જો કે નર્મદા નદીમાંથી વધુ પાણી આપવા બાબતે અસમર્થતાના પોતાના વલણને મધ્યપ્રદેશ હજી સુધી વળગી રહ્યું છે. જો કે મધ્યપ્રદેશ પણ પાણી મુદ્દે કપરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગને 2017માં મધ્યપ્રદેશ પાસેથી વધુ પાણીની માંગણી સંદર્ભેનો એક પત્ર લખવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર ઈચ્છી રહી છે કે કેન્દ્ર સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરિટીને વધુ પાણી છોડવા માટે નિર્દેશ આપે. 30મી જૂન સુધી અથવા તો આનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી ઓછામાં ઓછું 1500 ક્યૂસેક્સ પાણી નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા છોડવાની વિનંતી કરવામાં આવી છે. આમ કરવું નિશ્ચિતપણે મદદગાર સાબિત થશે. મધ્યપ્રદેશની સરકાર રાજ્યની જરૂરિયાતો અને ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવરના ઉદ્ઘાટન વખતે પાણી છોડવાને કારણે ગત સપ્ટેમ્બરમાં સર્જાયેલા વિવાદને કારણે ખાસી સાવચેત છે. નર્મદા વેલી ડેવલોપમેન્ટ ઓથોરિટીના સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે મધ્યપ્રદેશ દ્વારા ગુજરાતને પ્રવર્તમાન જળ વર્ષમાં 30 જુલાઈ-જૂન સુધીમાં 5500 એમસીએમ પાણી છોડવા માટે વાયદો કર્યો હતો.

જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ દ્વારા પાંચ હજાર એમસીએમ પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ગુજરાત દ્વારા વધુ આઠસો એમસીએમ પાણીની માગણી કરવામાં છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્યના ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. તેને કારણે શિવરાજસિંહ ચૌહાણની સરકારે જાન્યુઆરીમાં ગુજરાત દ્વારા એનસીએને મળેલી વધુ પાણી છોડવાની માગણીને નકારી છે. 28મી જાન્યુઆરીએ મધ્યપ્રદેશની સરકાર દ્વારા વિનયપૂર્વક વધુ આઠસો એમસીએમ પાણી છોડવાની વિનંતી માંગવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

ડેડ સ્ટોરેજના ગુજરાત દ્વારા વાપરવામાં આવનારા પાણીના બદલામાં મધ્યપ્રદેશને વીજળી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પાણીની સમસ્યાને કારણે ઘણાં ઉદ્યોગોને અસર પહોંચી છે અને હવે સરકાર પર પાણી પુરું પાડવાને લઈને દબાણ પણ છે.