‘બાહુબલી 2’નો પરાજય; રણબીરની ‘સંજુ’એ એક જ દિવસમાં રૂ. 46.50 કરોડનો વકરો કર્યો

0
1238

મુંબઈ – બોલીવૂડ એક્ટર સંજય દત્તના જીવન પર આધારિત અને રણબીર કપૂર દ્વારા અભિનીત ‘સંજુ’ ફિલ્મે ઈતિહાસ સર્જ્યો છે. બોક્સ ઓફિસ પર ‘સંજુ’એ કમાણીના વિક્રમો તોડી નાખ્યા છે.

ગયા શુક્રવારે રિલીઝ થયેલી ‘સંજુ’એ એક જ દિવસમાં (ત્રીજા દિવસે) સૌથી વધુ, રૂ. 46.50 કરોડની કમાણી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. એણે ‘બાહુબલી 2’ ફિલ્મને હરાવી દીધી છે.

વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાણી નિર્મિત ‘સંજુ’એ રિલીઝ થયાના ત્રણ દિવસમાં જ રૂ. 100 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ ફિલ્મે રિલીઝ થયાના ઓપનિંગ વીકએન્ડમાં જ રૂ. 120 કરોડની કમાણી કરી લીધી છે. સૌથી મોટા વીકએન્ડ ઓપનિંગમાં સંજુએ પદ્માવત (રણવીર-દીપિકા), રેસ 3 (સલમાન ખાન), બાગી 2 (ટાઈગર શ્રોફ) અને રેઈડ (અજય દેવગન)ને પાછળ રાખી દીધી છે.