ઐશ્વર્યાને વોશિંગ્ટનમાં વિશિષ્ટ એવોર્ડથી સમ્માનિત કરાશે

0
988

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનને 8 સપ્ટેંબર, શનિવારે વોશિંગ્ટન ડીસીમાં નિર્ધારિત ‘વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ’ સમારંભમાં સમ્માનિત કરવામાં આવશે.

ઐશ્વર્યાને આ સમારંભમાં પ્રારંભિક ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એક્સેલન્સ’ એનાયત કરવામાં આવશે.

પ્રશંસનીય અભિનય ક્ષમતા દાખવવા બદલ તેમજ મનોરંજન ઉદ્યોગમાં મહિલાઓનાં યોગદાનનો વિસ્તાર કરવામાં સહાયરૂપ થવા બદલ ઐશ્વર્યાને આ એવોર્ડ આપવામાં આવનાર છે.

ઐશ્વર્યા ઉપરાંત નિર્દેશિકા ઝોયા અખ્તર અને નવોદિત અભિનેત્રી જ્હાન્વી કપૂરનું પણ સમ્માન કરવામાં આવશે. ઝોયાને ‘વાયલર એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન ડાયરેક્શન’ અને જ્હાન્વીને ‘WIFT ઈમેરાલ્ડ એવોર્ડ’ આપવામાં આવશે.

બોલીવૂડ અને હોલીવૂડમાં શ્રેષ્ઠ મહિલા ટેલેન્ટને સમ્માનિત કરવા માટે ‘વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ’ની સ્થાપના કરવામાં આવી છે.