NPCIનો દાવો, આ વર્ષે બીજા નંબરે પહોંચશે રુપે કાર્ડ

નવી દિલ્હીઃ દેશનું પોતાનું રુપે કાર્ડ વર્ષ 2018માં બે ટોપ ઈન્ટરનેશનલ કાર્ડ્સ વિઝા અને માસ્ટર કાર્ડમાંથી એકને તેમના દ્વારા ભારતમાં કરવામાં આવી રહેલા ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ અને વોલ્યુમ મામલે પાછળ છોડી દેશે. આ સાથે જ આશરે 30 દેશોએ ડિજિટલ પેમેન્ટ્સ માટે ‘BHIM UPI’ ની ટેક્નોલોજી માટે ભારતનો સંપર્ક કર્યો છે. આ જાણકારી દેશના ટોપ બ્યૂરોક્રેટ્સે આપી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયાના એમડી અને સીઈઓ દિલીપ અસ્બેએ આ સંબંધમાં બ્યૂરોક્રેટ્સને 20 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીઝ ડે પર જાણકારી આપી હતી. આની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે. વીઝા અને માસ્ટરકાર્ડનો ત્રણ દશકોથી ભારતમાં ડેબિટ કાર્ડ ઈંડસ્ટ્રી પર દબદબો હતો. જો કે આશરે 6 વર્ષ પહેલા ભારતનું પોતાનું રુપે કાર્ય જાહેર થયા બાદની સ્થિતીમાં બદલાવ આવવાનો શરૂ થયો. અસ્બેએ બ્યૂરોક્રેટ્સને જણાવ્યું કે જાહેર કરવામાં આવેલા કાર્ડ્સની સંખ્યાની દ્રષ્ટીએ આપણે પહેલા જ નંબર 1 પર છીએ. આ વર્ષે પોઈન્ટ ઓફ સેલ્સ મશીનો અને ઈ-કોમર્સ પર વેલ્યૂ અને વોલ્યુમના દ્રષ્ટીકોણથી નંબર બે પર પહોંચી જશે. એટલે કે વિઝા અને માસ્ટરકાર્ડની પાછળ આપણે નંબર ત્રણ પર નહી રહીએ. આપણે આમાંથી એકને પાછળ છોડીને નંબર 2 પર પહોંચી જઈશું.

ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીના સેક્રેટરી અજય પ્રકાશ સાહનીએ બ્યૂરોક્રેટ્સને તે જ સેશનમાં કહ્યું હતું કે તમામ સરકારી વેબસાઈટો પર રુપે કાર્ડ્સ દ્વારા ઓનલાઈન પેમેન્ટ્સની સુવિધા હોવી જોઈએ. સાહનીએ બ્યૂરોક્રેટ્સને કહ્યું હતું કે ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે વેબસાઈટ્સ પર વિઝા અને માસ્ટરકાર્ડથી પેમેન્ટના ઓપ્શન મળે છે પરંતુ રૂપે કાર્ડનો વિકલ્પ ત્યાં નથી હોતો. આપણે વેબસાઈટો પર પોતાના ઈન્સ્ટુમેન્ટ્સને અનેબલ કરવા પડશે.