લોન ડિફોલ્ટર્સને રોકવા માટે સરકારે બનાવી સમિતિ

નવી દિલ્હીઃ બેંકોનું દેવુ ના ચુકવનારા લોકોને દેશની બહાર જતા રોકવા માટે સરકારે ફિનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ ડિફૉલ્ટરોને દેશમાંથી ભાગતા અટકાવવાનાં ઉપાયો આપશે અને તાજેતરમાં રહેલા કાયદાઓમાં બદલાવ પણ કરશે. આ કમિટી એવા વ્યાપારીઓ પર ખાસ નજર રાખશે કે જેમની પાસે અન્ય દેશની નાગરિકતા પણ છે. સરકારનાં આ પ્રયત્નથી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા પ્રકરણો થતા અટકાવી શકાશે.

સમિતિની પ્રથમ મીટિંગમાં અન્ય દેશની નાગરિકતા અને સિસ્ટમને મજબૂત તેમજ તર્કસંગત બનાવવા પર વિચાર થયો હતો જેનાથી આર્થિક અપરાધોમાં સંડોવાયેલા લોકો દેશમાંથી ભાગી ન શકે. આ સમિતિનાં અન્ય સભ્યોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને ભારતીય રિઝર્વ બેંકનાં પ્રતિનિધિ જોડાયેલા છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનાં અધિકારી પણ આ સમિતિનો ભાગ હશે.

મહત્વનું છે કે વર્તમાન સીસ્ટમ અનુસાર કોઇપણ ડિફોલ્ટરને અપરાધી જાહેર કરવામાં લાંબો સમય લાગી જાય છે. આવામાં સમિતિ એવા રસ્તાઓ શોધી રહી છે જેના દ્વારા પહેલાથી જ સતર્ક રહેવામાં આવે.

જો આ પ્રમોટર્સના લોન અકાઉન્ટ સંકટમાં છે તો અથવા તો તેમની કંપનિઓએ પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ કર્યું છે તો સરકાર તેમની વિદેશ યાત્રાઓની યોજનાઓની માહિતી પણ માંગશે. એક લોન ડિફોલ્ટને એનપીએનું રૂપ લેવામાં કેટલોક સમય લાગે છે અને આનાથી પણ વધારે સમય કોઈ ફ્રોડ પરથી પડદો હટાવવામાં લાગે છે. જ્યાં સુધી આની ખબર પડે ત્યાં સુધી સંદિગ્ધ પ્રમોટર્સ આનો ફાયદો ઉઠાવીને દેશની બહાર ભાગી જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જરૂરી નથી કે તેમને રોકી શકાય પરંતુ ઈન્ટેલિજન્સ એજન્સીઓ અથવા બેંકો પાસેથી પણ જોકોઈ પ્રતિકુળ રિપોર્ટ આવે છે તો સરકાર તેમની યાત્રાઓ અને અન્ય જરૂરી જાણકારીની માહિતી પૂછી શકે છે.

જો કોઈ એવી માહિતી સામે આવે છે કે જ્યાં ભાગેડું બની શકે છે તો આ પ્રકારના પ્રમોટર્સને યાત્રા કરવાથી રોકવામાં આવશે અથવા તેમના પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવશે.