શેરડીના રસમાંથી ખાંડ નહી પરંતુ બ્યૂટેન બનાવવાની યોજના, વિમાની ઇંધણનો વિકલ્પ…

નવી દિલ્હીઃ સરકાર હવે શેરડીના રસથી માત્ર ખાંડ જ નહીં પરંતુ બ્યૂટેન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આ બ્યૂટેન પ્લેનના ઈંધણ એટીએફનો વિકલ્પ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે દુનિયાના ઘણાં દેશોમાં બ્યૂટેનનું માનકીકરણ થઈ ચૂક્યું છે. આ એટીએફનો વિકલ્પ બની શકે છે.

સારી વાત એ છે કે એટીએફના મુકાબલે બ્યૂટેનમાં કૈલોરિફિક વેલ્યૂ 30 ટકા વધારે છે. આનો અર્થ એ છે કે કોઈ અંતર કાપવા માટે એટીએફના મુકાબલે બ્યૂટેનનો વપરાશ ઓછો થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ખાંડનો ભાવ આશરે 22 રુપિયા પ્રતિ કિલો છે, જે ઘરેલુ બજારની કીંમતના મુકાબલે ખૂબ ઓછો છે. એટલા માટે આની નિર્યાત પર સરકાર ખાંડની મિલોને પ્રતિ ટન 900 રુપિયાની સબસિડી આપે છે. હવે જ્યારે શેરડીના રસથી ખાંડની જગ્યાએ બ્યૂટેન બનશે તો ખાંડની મિલોની આવક પણ વધશે.

ગડકરી અનુસાર દેશના સૌથી મોટા શેરડી ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં અત્યારે 200 થી પણ વધારે ખાંડની મીલો ચાલી રહી છે. ગત સીઝનમાં આનું ઉત્પાદન 118 લાખ ટન કરતા પણ વધારે રહ્યું હતું. ઘરેલુ બજારમાં ખાંડની એટલી ખપત ન હોવાના કારણે સરકારે આને નિર્યાત કરવાની મંજૂરી આપી છે.

જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કીંમતો તેના કરતાં પણ ઓછી છે. આને ધ્યાનમાં રાખતાં ઉત્તરપ્રદેશમાં ખાંડના રસમાંથી બ્યૂટેન બનાવવા માટે ત્રણથી ચાર રિફાઈનરી લગાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં બેથી ત્રણ અને કર્ણાટકમાં ત્રણથી ચાર રિફાઈનરી લગાવવાની યોજના છે.