મકાનો પરનો GST 12 ટકાથી ઘટાડી 3થી5 ટકા કરવાના પક્ષમાં GoM

નવી દિલ્હી- વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદ દ્વારા રચિત પ્રધાનોનો સમૂહ (જીઓએમ) નિર્માણાધીન આવાસીય પરિયોજનાઓના મકાનો પરનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના પક્ષમાં છે. જીઓએમ એ નિર્માણાધીન મકાનો પર જીએસટી દરને 3 ટકા સુધી સીમિત રાખવાના પક્ષમાં છે.

જીએસટી પરિષદે રિયલ એસ્ટેટ ક્ષેત્રની મુશ્કેલીઓ અને તેમાં રહેલી ચેલેન્જોની તપાસ માટે ઉપરાંત જીએસટી દરોની સમીક્ષા માટે ગત મહિને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં એક એક સમૂહની રચના કરી હતી. આ સમૂહે તેમની પ્રથમ બેઠમમાં મોંઘા આવાસ પર જીએસટીને 8 ટકાથી ઘટાડીને 3 ટકા સુધી રાખવાનો પક્ષ લીધો છે.

અધિકારીઓએ કહ્યું કે, જીઓએમ એક સપ્તાહની અંદરમાં તેમનો રિપોર્ટ અંતિમ રૂપ આપશે અને આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તે રજૂ કરશે.

વર્તમાન નિર્માણાધીન સંપત્તિઓ અને એવા તૈયાર ફ્લેટ જેમાં વેંચાણ સમયે કાર્ય પૂર્ણ નહીં હોવાનું પ્રમાણપત્ર નથી આપ્યુ તેમની ચૂકવણી પર 12 ટકાના દરે જીએસટી લગાવવામાં આવે છે. જીએસટી લાગુ કરાયા પહેલા આ પ્રકારની સંપત્તિઓ પર 15થી 18 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવતો હતો.