બેંકોએ 3.5 લાખ કરોડની કોર્પોરેટ લોનને હજી સુધી જાહેર નથી કરી એનપીએઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંકોએ 3.5 લાખ કરોડના દબાણ વાળા કોર્પોરેટ ઋણને અત્યાર સુધી એનપીએ જાહેર નથી કર્યું. આશરે 3.5 લાખ કરોડ રુપિયા અથવા 3.9 ટકા દબાણ વાળા કોર્પોરેટ ઋણને બેંકોના ખાતામાં અત્યાર સુધી ઓળખ નથી આપવામાં આવી અને આમાંથી 40 ટકા સપ્ટેમ્બર 2020 સુધી ડૂબેલુ દેણું બનવાની સંભાવના છે. રિપોર્ટમાં આ મામલે ચેતવણી આપવામાં આવી છે. આ ખાતાઓ સપ્ટેમ્બર 2018 સુધી કુલ દબાણ વાળા 19.3 ટકા અથવા 13.5 થી 14 લાખ કરોડ રુપિયા સુધીના કોર્પોરેટ ઋણનો ભાગ છે.

ઈન્ડિયા  રેટિંગ્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર જિંદલ હરિયાએ જણાવ્યું કે કોર્પોરેટના 19.3 ટકા દબાણ વાળા ઋણના 3.9 ટકા બેંકોના ખાતાઓમાં હજી સુધી સામાન્ય ઋણ બનેલું છે. આમાં દોઢથી બે લાખ કરોડ રુપિયાનું ઋણ 2019-20ના બીજા છમાસીક ગાળા સુધી એનપીએમાં પરિવર્તિત થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે આ 13.5 થી 14 લાખ કરોડ રુપિયાના દબાણવાળા ઋણમાંથી સપ્ટેમ્બર 2018 સુધી માત્ર 10 લાખ કરોડ રુપિયાના ઋણની ઓળખ કરવામાં આવી છે. જિંદલે કહ્યું કે બેંકોને આ દોઢથી બે લાખ કરોડના ઋણ માટે 40,000 કરોડ રુપિયાનું વધારે પ્રાવધાન કરવાની જરુરિયાત હોઈ શકે છે.