70 કરોડ લોકોને જોડવા માટે બીજેપીનો માસ્ટર પ્લાન, પ્રત્યેક બૂથ માટે બનશે…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા પોતાના વિકાસ રથને વેગ આપવા માટે બીજેપી માસ્ટર પ્લાન તૈયાર કરી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં બીજેપીએ આશરે 70 કરોડ લોકોને પોતાની સાથે જોડવાની યોજના બનાવી છે. આ અંતર્ગત પ્રત્યેક બૂથ માટે ત્રણ વ્હોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટીએ દેશભરમાં ફેલાયેલા 9,27,533 પોલિંગ બૂથોમાં પ્રત્યેક ત્રણ વ્હોટ્સઅપ ગ્રુપ બનાવવાનો વીચાર કર્યો છે. પ્રત્યેક ગ્રુપમાં 256 જેટલા સભ્ય હશે. એટલે કે આખા ભારતમાં પાર્ટી તમામ બૂથો પર ચાલનારા આ ગ્રુપ્સ પર કુલ 70 કરોડ લોકો સક્રિય રહી શકે છે. વ્હોટ્સઅપ ગ્રુપ્સ પર પાર્ટીના અભિયાનથી જોડાયેલી સામગ્રી પોસ્ટ અને શેર થશે. આમાં વીડિયો, ઓડિયો, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, કાર્યૂન્સ અને મીમ હશે.

વડાપ્રધાન મોદી આ યોજના મામલે ગત વર્ષે ડિસેમ્બરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી આ મીટિંગ દરમિયાન નેતાઓએ તેમને પ્લાન મામલે વિસ્તારથી માહિતી આપી હતી. તો બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ પૂર્વમાં બૂથ એક્શન પ્લાન તૈયાર કરી ચૂક્યા છે. તે અંતર્ગત તમામ રાજ્યમાં બીજેપીના કાર્યાલયથી દરેક પોલિંગ બૂથ ક્ષેત્રમાં સ્માર્ટફોન રાખનારા લોકોની યોદી એક્ત્ર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

મહત્વની વાત એ છે કે વર્ષ 2014ની ચૂંટણી દરમિયાન દેશમાં આશરે 21 ટકા લોકો પાસે સ્માર્ટફોન હતા જ્યારે 2019ની લોકસભા ચૂંટણી આવતા સુધીમાં આ આંકડો આશરે 39 ટકા આસપાસ પહોંચી ગયો છે. તો સોશિયલ મીડિયા એપ્લીકેશનમાં વોટ્સઓઅપ વર્તમાન સમયમાં પોપ્યુલર માનવામાં આવે છે. આંકડાઓ અનુસાર 90 ટકાથી વધારે સ્માર્ટફોન યૂઝર્સ પર સક્રિય છે. એવામાં બીજેપી વર્ચ્યુઅલ વર્લ્ડ દ્વારા મતદાતાઓને સાધવાનો ભરપુર પ્રયાસ કરશે.