ક્રિપ્ટોકરન્સી ફર્મ CEOનું ભારતમાં મૃત્યુ, C$190 મિલિયન ડોલર થઈ ગયા લોક…

વોશિંગ્ટનઃ આ વાત એક ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી છે. કરોડો રુપિયા છે. ચાવીની જેમ એક પાસવર્ડ છે. માત્ર એક જ વ્યક્તિ જોડે આ પાસવર્ડ છે. આ વ્યક્તિ ભારતના પ્રવાસે આવે છે અને તેનું એક બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. આ વ્યક્તિના મૃત્યુ બાદ આશરે190મિલિયન ક્રિપ્ટો ડોલર- 1300 કરોડ રુપિયાની ક્રિપ્ટોકરન્સી લોક્ડ છે. ત્યાં સુધી કે મૃતકની પત્નીને પણ આ પાસવર્ડની જાણકારી નથી. મોટા-મોટા સિક્યોરિટી એક્સપર્ટ્સ પણ હજી સુધી આ કરન્સીને અનલોક નથી કરી શક્યા.

30 વર્ષના આ મૃતકનું નામ ગેરાલ્ડ કોટન અને તેની કંપનીનું નામ ક્વાડ્રિગાસીએક્સ છે. ડિસેમ્બર 2018માં આંતરડા સંબંધીત બિમારીના કારણે ગેરાલ્ડનું મૃત્યુ થયું. કંપનીના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી જણાવવામાં આવ્યું કે ગેરાલ્ડનું મૃત્યું તે સમયે થયું કે જ્યારે તેઓ ભારતની યાત્રા પર હતા. એ માહિતી પણ આપવામાં આવી છે કે તેઓ ભારતમાં અનાથ બાળકો માટે એક અનાથાલય ખોલવાના હતા.

ગેરાલ્ડના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પત્ની જેનિફર રોબર્ટસન અને તેમની કંપનીએ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અપીલ દાખલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ગેરાલ્ડના ઈનક્રિપ્ટેડ અકાઉન્ટ કે જેમાં તેમની સંપત્તિ છે તેને તેઓ અનલોક નથી કરી શકતા. આ અકાઉન્ટમાં આશરે 190 મિલિયન ડોલરની ક્રિપ્ટોકરન્સી પણ લોક્ડ છે. હકીકતમાં ગેરાલ્ડ જે લેપટોપથી પોતાનું કામ કરતા હતા તે ઈનક્રિપ્ટેડ છે અને તેનો પાસવર્ડ તેમની પત્ની જેનિફર પાસે પણ નથી.

31 જાન્યુઆરી 2018 ના રોજ ક્વાડ્રિગાસીએક્સે પોતાની વેબસાઈટના માધ્યમથી નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી તેમને અનુમતિ આપવામાં આવે, જેનાથી તેઓ પોતાની આર્થિક સમસ્યાનું સોલ્યુશન લાવી શકે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહથી અમે અમારી આર્થિક સમસ્યાના સોલ્યુશન માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અમે ક્રિપ્ટોકરન્સી અકાઉન્ટની જાણકારી મેળવવા માટે અને તેને સુરક્ષિત કરાના પ્રયત્નો કર્યા છે. અમારે અમારા કસ્ટમર્સને તેમની ડિપોઝિટના હિસાબથી પૈસા આપવાના છે પરંતુ અમે આ કામ કરવામાં અસમર્થ છીએ કારણ કે અમે તે અકાઉન્ટને એક્સેસ નથી કરી શકતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]