2019માં PSUમાં આશરે 1 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ થશે

નવી દિલ્હીઃ આવનારા નાણાકીય વર્ષમાં સરકારી કંપનીઓમાં ભાગીદારી વેચવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં સરકાર ચાલુ નાણાકીય વર્ષ કરતાં આગામી નાણાકીય વર્ષ માટે વિનિવેશના 25 ટકા સુધીનો વધારો કરે તેવી શક્યતાઓ છે.નાણાકીય વર્ષ 2019માં આશરે 1 લાખ કરોડ રૂપિયાના વિનિવેશનું લક્ષ્ય સંભવિત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારની 3 ડઝન સરકારી કંપનીઓની વિનિવેશની યોજના છે. તો બીજીતરફ 23 કંપનિઓમાં વિનિવેશને લઈને કેબિનેટ પાસેથી મંજૂરી મળી ચુકી છે અને 2 ડઝન કંપનીઓમાં વિનિવેશની ભલામણો જલદી જ કરવામાં આવશે.

એર ઈન્ડિયામાં પોતાનો ભાગ વેચવો એ સૌથી મોટા વિનિવેશ પૈકી એક હશે. તો આ સાથે જ ડ્રિજિંગ કોર્પ અને પવન હંસનું વિનિવેશ પણ પુરૂ કરવાનું લક્ષ્ય છે. તો આ સિવાય એચએલએલ લાઈફ અને સ્કૂટર્સ ઈંડિયાનું વિનિવેશ પૂરૂં કરવાનું લક્ષ્ય છે. એંજીનિયર્સ આ પ્રોજેક્ટને એનબીસીસીના હાથે વેચવાની યોજના બનાવી રહ્યા છે.

સૂત્રોનું માનીએતો નાણાકીય વર્ષ 2019માં રેલવેની સરકારી કંપનીઓને લિસ્ટ કરાવવાની શરૂઆત થશે. ભારત-22 ઈટીએફનું બીજું ઈનસ્ટોલમેન્ટ જાહેર થઈ શકે છે. આવતા વર્ષે કેટલીક સરકારી કંપનીઓના મર્જરની પણ યોજના છે.